ગોલ્ડન સાડી, ડીપનેક બ્લાઉઝ અને ખુલ્લા વાળ..દીવાળી પાર્ટીમાં પટાખા બની પહોંચી દિશા પટની..લાગી હુસ્નની મલ્લિકા

બોલીવુડમાં પ્રી દિવાળી પાર્ટીઓ શરૂ થઈ ગઈ છે, મશહૂર ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ હાલમાં જ તેના ઘરે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સે ભાગ લીધો હતો. તમામ બોલિવૂડ સેલેબ્સ મનીષ મલ્હોત્રાના ઘરે અલગ-અલગ એથનિક લૂકમાં પહોંચ્યા હતા.

આ દરમિયાન દિશા પટની તેના ગ્લેમ લુક સાથે લાઇમલાઇટ લૂંટતી જોવા મળી હતી. અભિનેત્રી ઘણી સુંદર દેખાતી હતી. તેણે દિવાળી પાર્ટીમાં દિશાએ ગોલ્ડન સાડી પહેરી હતી અને આ સાથે ડીપનેક બ્લાઉઝ કેરી કર્યો હતો. દિશાએ આ લુક સાથે મિનિમલ જ્વેલરી કેરી કરી હતી. આ લુકમાં દિશા એકદમ ગ્લેમરસ લાગી રહી હતી.

દિશાના આઉટફિટમાં આધુનિક ટ્વિસ્ટવાળી પરંપરાગત સાડી હતી જેના કારણે તે પૂરી મહેફિલ લૂંટતી જોવા મળી હતી. આ દરમિયાન દિશાએ પેપ્સને ઘણા પોઝ આપ્યા હતા. અભિનેત્રીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને ચાહકો દિશાના લુકના દીવાના થઈ રહ્યા છે.

Previous Article

40 વર્ષની બોલીવુડની ખુબસુરત અભિનેત્રીનો ટોવેલમાં વીડિયો થયો વાયરલ, ફેન્સે મગજ ગુમાવ્યો, જુઓ વીડિયો

Next Article

શ્વેતા તિવારીએ 44 વર્ષની ઉંમરે બતાવ્યો કિલર હુસ્નનો અવતાર, બિકિનીમાં બતાવી દિલકશ અદાઓ; બાપ રે, શું ફિગર છે, જુઓ એકવાર

error: Protected Content!
Exit mobile version