વાહ દેશી ગર્લની દેશી સ્ટાઈલ…લાલ બિંદી, વાળમાં સિંદૂર અને માથા પર પલ્લુ લઇને દેશી ગર્લ પહોંચી દુર્ગા પંડાલમાં

તમે પણ પ્રિયંકાને જોઇને કહેશો કે ભલે તે વિદેશમાં રહેતી હોય પણ આપણી સંસ્કૃતિને નથી ભૂલી. ભારતની “દેશી ગર્લ” પ્રિયંકા ચોપરા હાલ ભારતમાં છે.નવરાત્રિનો સમય ચાલતો હોવાથી દેવી દુર્ગાના આશીર્વાદ લેવા માટે કાજોલ અને રાની મુખર્જીના દુર્ગા પંડાલમાં પહોંચી હતી. ભારત આવીને તેણે પાર્ટીને નહીં પણ ભગવાનની ભક્તિને મહત્ત્વ આપ્યું હતું. પોતાના લુકથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રિયંકાને એથનિક લુકમાં જોઇને ત્યાં હાજર દરેક લોકો ખુશ થઇ ગયા હતા.

 

પ્રિયંકા ચોપરાએ વિદેશના ગાયક કલાકાર નિક જોનાસ સાથે લગ્ન કર્યા પછી વિદેશમાં સ્થાયી થઈ ગઈ છે, પણ તે ઘણીવાર કામ માટે અને તેના માતા તેમજ ભાઈને મળવા માટે ભારત આવે છે.પ્રિયંકા ચોપરા ભારતમાં બવલગારી કાર્યક્રમ માટે આવી છે, તેણે ઉત્તર બોમ્બેમાં રાની મુખર્જી અને કાજોલના દુર્ગા પંડાલની પણ મુલાકાત લીધી, જ્યાં તેના ચાહકો તેને જોઇને ખુશ થઈ ગયા હતા. પ્રિયંકા ત્યાં થોડી મિનિટો માટે જ હતી, અને તે થોડી મિનિટોમાં, લોકો જાણે એને જ જોઇ રહ્યા હતા. વાદળી રંગના સૂટમાં સામાન્ય દેશી-ગર્લ જેવી જ લાગી રહી હતી. પ્રિયંકાએ તેના કપાળ પર લાલ બિંદી અને સિંદૂર કર્યું હતું.

 

Previous Article

100 કરોડ રૂપિયા, 60 વીમા પોલિસી અને ચાર લગ્ન....ચોથી પત્નીએ ખોલી દીધી પતિની પોલ- આવી રીતે થયો ચોંકવનારો ખુલાસો

Next Article

'બિટ્ટુ' એ તોડ્યુ આ છોકરીનું દિલ, રડતા રડતા જે કહ્યુ એ સાંભળીને આવી જશે હસવું- જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version