‘પુષ્પા’ ફેમ એક્ટરે કર્યા લગ્ન, મંડપમાં દુલ્હન સાથે થયો રોમેન્ટિક, કરી કિસ- સામે આવી તસવીરો

લગ્નના બંધનમાં બંધાયો ‘પુષ્પા 2’ સ્ટાર, મંડપમાં જ લેડી લવ સાથે થયો રોમેન્ટિક, કિસ કરતા તસવીર થઇ વાયરલ

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’માં જાલી રેડ્ડીનું પાત્ર ભજવનાર પ્રખ્યાત કન્નડ અને તેલુગુ ફિલ્મ અભિનેતા ડાલી ધનંજયે લગ્ન કરી લીધા છે. તાજેતરમાં જ તેણે એક પ્રાઇવેટ સેરેમનીમાં તેની લેડી લવ ડૉ. ધન્યાથા ગૌરાક્લર સાથે લગ્ન કર્યા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં બંને મંડપમાં એકબીજા સાથે રોમેન્ટિક થતા પણ જોવા મળે છે.

આ ખાસ દિવસ માટે ડાલીએ પરંપરાગત ઓફ-વ્હાઇટ અને ગોલ્ડન વેષ્ટી અને કુર્તો પહેર્યો હતો અને સાથે મૈસુર પેટા પણ લગાવ્યો. દુલ્હને રેડ બોર્ડરવાળી સોનેરી સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. બંનેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં બંને લગ્ન મંડપમાં રોમેન્ટિક થતા દેખાઈ રહ્યા છે.

ડાલીએ મંડપમાં તેની દુલ્હનને પ્રેમથી માથા પર કિસ કરી હતી. લગ્નની વિધિ દરમિયાન બંને ખૂબ જ ખુશ દેખાતા હતા. આ ભવ્ય લગ્ન બાદ કપલે એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કર્યું હતું, જેમાં ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. ડાલી અને તેની પત્નીની પહેલી મુલાકાત એક ફિલ્મ ઇવેન્ટમાં થઈ હતી. તેઓ 2020થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને 1 નવેમ્બર 2024ના રોજ સગાઈ કરી હતી.

ત્યારે સગાઇ બાદ તાજેતરમાં 15 ફેબ્રુઆરી 2025ના રોજ તેઓ લગ્નના બંધનમાં બંધાયા. આ ખાસ લગ્નમાં ફક્ત નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. ફેન પેજ પર તેમના લગ્નની તસવીરો વાયરલ થઇ રહી છે. સેલેબ્સની સાથે ચાહકો પણ કપલને લગ્નની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

ડાલી ધનંજયના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તે છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી સુકુમારની દિગ્દર્શિત ફિલ્મ ‘પુષ્પા 2’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. હવે ડાલી તેની નવી કન્નડ એક્શન ડ્રામા ફિલ્મ ‘ઉત્તરાખંડ’ માટે તૈયારી કરી રહ્યો છે જેનું દિગ્દર્શન રોહિત પાદકી કરી રહ્યા છે.

Previous Article

ભાવનગર : લાડી લેવા નીકળી હતી જાન પણ રસ્તા વચ્ચે જ થયો એન્જિનમાં સ્પાર્ક અને ભભૂકી ઉઠી આગ

Next Article

બાઇક અને કારનું અનોખું મિશ્રણ, યુવકે બાઈક અને કારને ભેગી કરીને લગાવ્યો અનોખો જુગાડ, વીડિયો જોઈ લોકોએ કહ્યું કે... જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version