‘ઉરી: ધ સર્જીકલ સ્ટ્રાઈક’ ફેમ એક્ટ્રેસ રીવા અરોરા પહોંચી મહાકુંભ, રૂદ્રાક્ષની માળા પહેરી ભગવા રંગની સાડીમાં સંગમમાં લગાવી ડૂબકી- જુઓ તસવીરો

ભગવા સાડી અને ગળામાં રૂદ્રાક્ષ પહેરી મહાકુંભ પહોંચી રીવા અરોરા, સંગમમાં ડૂબકી લગાવી આપ્યા આવા પોઝ- જુઓ તસવીરો

વિકી કૌશલની ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં ચાઇલ્ડ એક્ટ્રેસ તરીકે કામ કરી ચૂકેલી રીવા અરોરા પણ મહાકુંભની મુલાકાત લેનારા સેલેબ્સની યાદીમાં જોડાઈ ગઈ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરીને આ માહિતી આપી હતી. રીવા અરોરાએ પણ સંગમમાં સ્નાન કર્યું. મહાકુંભ પહોંચ્યા પછી અભિનેત્રીએ પવિત્ર ડૂબકી લગાવી.

રીવા ભગવા રંગની સાડી પહેરી હતી અને સફેદ બ્લાઉઝ પેયરઅપ કર્યો હતો. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રી ગળામાં રુદ્રાક્ષની માળા અને હાથમાં રુદ્રાક્ષ બાંધીને સંગમ પહોંચી હતી. આ દરમિયાન તેણે તેના વાળ બનમાં કેરી કર્યા હતા. રીવા આચાર્ય વિનોદના ઘરે રોકાઈ હતી. તેણે આચાર્ય વિનોદ સાથેના પોતાના ફોટા પણ શેર કર્યા છે. તસવીરોમાં રીવા સંગમમાં ડૂબકી લગાવતી જોઈ શકાય છે.

આ દરમિયાન, તે હાથ જોડીને માતા ગંગાને પ્રણામ કરતી પણ જોવા મળે છે. તસવીરોમાં રીવાને અર્ધ્ય અર્પણ કરતી પણ જોઇ શકાય છે. મહાકુંભની આ તસવીરો શેર કરતી વખતે રીવાએ એક ભક્તિમય કેપ્શન લખ્યું- ‘જીવનમાં એક વાર જાદુ જોવા મળે છે, મહાકુંભનું પવિત્ર દૃશ્ય.’ ચાહકો રીવાની આ તસવીરોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની પ્રશંસા પણ કરી રહ્યા છે.

જણાવી દઇએ કે, મશહૂર એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રીવા અરોરાને કોઈ પરિચયની જરૂર નથી. તે ઘણીવાર તેની ઉંમરને કારણે ચર્ચાનો વિષય બને છે અને માત્ર 17 વર્ષની ઉંમરે તે કરોડોની માલકિન પણ છે. રીવા ઘણી ફિલ્મોમાં જોવા મળી છે. થોડા સમય પહેલા રીવા અરોરા વિકી કૌશલની ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’માં જોવા મળી હતી. તેણે ફિલ્મ ‘મોમ’ માં શ્રીદેવીની પુત્રીની ભૂમિકા પણ ભજવી છે.

જો કે, તે ઘણા વિવાદોમાં રહે છે કારણ કે તેણે પોતાની ઉંમર વધુ દેખાડવા માટે સારવાર કરાવી હોવાનું સામે આવ્યુ હતુ. આને કારણે તેને ઘણી ટ્રોલ પણ કરવામાં આવે છે. રીવાના પરિવારના જણાવ્યા અનુસાર, તેનો જન્મ 2007માં થયો હતો. જો કે, કેટલાક ચાહકોએ રીવાના ચાર વર્ષ જૂના ઇન્ટરવ્યુ તરફ ધ્યાન દોર્યું જેમાં તે કહી રહી છે કે તેની ઉંમર 9 વર્ષ છે.

રીવાની ઉંમર અંગે તેણે કહ્યું- આ વિશે હું શું કહું? મારી ઉંમર અને મારા કામ પર શંકા કરનારાઓને મારે કંઈ કહેવાનું નથી. જે લોકો મને પ્રેમ કરે છે તે મારા માટે પૂરતા છે. જણાવી દઈએ કે 2022માં રીવા અને અભિનેતા કરણ કુંદ્રા વચ્ચે રોમાન્સ કરતી એક રીલ વાયરલ થઈ હતી, જેના કારણે ઘણો વિવાદ ઊભો થયો હતો. કરણ કુંદ્રાને એક મ્યુઝિક વીડિયોમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ સાથે રોમાન્સ કરવા બદલ ટ્રોલનો સામનો કરવો પડ્યો હતો.

ડીએનએ રિપોર્ટ મુજબ, અભિનેત્રીની કુલ સંપત્તિ લગભગ 8.2 કરોડ રૂપિયા છે. રીવા અરોરા વૈભવી જીવનશૈલી જાળવી રાખે છે. તેને લક્ઝરી કારનો શોખ છે. રીવા પાસે 40 લાખ રૂપિયાની ઓડી છે. જણાવી દઈએ કે રીવાએ ભારત, સેક્શન 375, ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ, બંદિશ બેન્ડિટ્સ, ટીવીએફ ટ્રિપલિંગ જેવા પ્રોજેક્ટ્સ કર્યા છે.

Previous Article

યમરાજને ચકમો ! ટ્રક અને કાર વચ્ચે સ્ટંટ કરવો આ બાઇક સવારને પડ્યો ભારે, બેલેન્સ બગડતા જ નાની યાદ આવી ગઇ- જુઓ વીડિયો

Next Article

છૂટાછેડા પછી ધનશ્રીને 60 કરોડ એલિમની આપશે યુઝવેન્દ્ર ચહલ ? જાણો આખો મામલો

error: Protected Content!
Exit mobile version