OYO ગયુ હતુ કપલ, રૂમનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયુ- મેટ્રો સ્ટેશનથી નજારો જોઇ લોકો બોલ્યા- ભાઇ દરવાજો તો બંધ કરી લે…

ક્યારેક લોકો ઉત્સાહ ઉત્સાહમાં લાપરવાહ થઇ જાય છે. એવી ઘણી બેદરકારીભરી ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે જે જોઇ કોઇ પણ હેરાન રહી જાય. ત્યારે તાજેતરમાં જ આવી એક ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં OYO ગયેલા એક કપલની લાપરવાહી તેમના માટે બોધપાઠ બની ગઈ. આ ઘટના પછી તે આ બેદરકારીને આખી જિંદગી યાદ રાખશે. એક કપલ OYO રૂમમાં પોતાની પ્રાઇવસી ભૂલી ગયું અને એવી ભૂલ કરી કે તેમની પ્રાઇવેટ ક્ષણ આખી દુનિયા માટે “લાઈવ શો” બની ગયો.

બન્યું એવું કે OYO ગયેલા એક કપલ તેમના રૂમનો દરવાજો બંધ કરવાનું ભૂલી ગયા. ત્યારબાદ જે બન્યું તેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયોમાં જોઇ શકાય છે કે મેટ્રો સ્ટેશનની સામે જ એક OYO હોટેલનો રૂમ દેખાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રૂમનો બાલ્કનીનો દરવાજો ખુલ્લો છે, અને અંદર એક કપલ તેમની રોમેન્ટિક પળોમાં ખોવાયેલું છે, તેમને ખ્યાલ નથી કે તેમનો ખાનગી ક્ષણ મેટ્રો સ્ટેશન પર ઉભેલા લોકો માટે મફત શો બની ગયો છે. પછી મેટ્રો સ્ટેશન પર ઉભેલા એક છોકરાએ પ્લેટફોર્મ પરથી બૂમ પાડી, “ભાઈ, ગેટ બંધ કરો.”

છોકરાનો અવાજ સાંભળતાની સાથે જ રૂમમાં બેઠેલા કપલે તરત જ દરવાજો બંધ કરી દીધો. આ ક્ષણ મેટ્રોમાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધી હતી જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઇ. આ વાયરલ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @mahiiii._.17 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જેને લાખો લોકોએ જોયો છે અને લાઇક કર્યો છે. ઉપરાંત, આ વીડિયો લાખો લોકોએ શેર કર્યો છે.

(Disclaimer: ઉપરોક્ત ખબર સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે, ગુજ્જુરોકસ કોઇ પણ પ્રકારના દાવાની પ્રામાણિકતાની આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

BREAKING NEWS: સરકારી હોસ્પિટલમાં ભયાનક આગ, 200 દર્દીઓ હતા દાખલ, અનેક દર્દીઓ ફસાયા,એકનું મોત

Next Article

પ્રેમી સાથે 24 કલાક હોટલમાં રોકાઇ અમદાવાદની યુવતિ, પછી થયુ એવું કે પોલિસ થઇ ગઇ દોડતી...

error: Protected Content!
Exit mobile version