અચાનક પહાડથી પલટી ખાઇ ગઇ SUV, માંડ-માંડ બચ્યો કારચાલક- જુઓ રૂંવાડા ઊભા કરી દેનાર વીડિયો

અચાનક પહાડથી નીચે પડી કાર, ડ્રાઇવર પણ ધકેલાયો, જો તમારું હૃદય નબળું હોય તો આ વીડિયો ન જોતા, દૂર રહેજો

પહાડી રસ્તાઓ પર વાહન ચલાવવું બિલકુલ સરળ નથી, અને આમાં ઘણું જોખમ પણ છે. ખાસ કરીને જો તમે નવા-નવા કાર ચલાવી રહ્યો છો, તો ભૂલથી પણ પહાડી વિસ્તારોમાં વાહન ન ચલાવો, કારણ કે એક નાની ભૂલ તમારો જીવ પણ લઇ શકે છે. જો કે, ઘણી વખત એવું બને છે કે પ્રશિક્ષિત ડ્રાઇવરો પણ અકસ્માતનો ભોગ બનતા હોય છે.

હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક કાર પહાડી વિસ્તારમાં ખતરનાક અકસ્માતનો સામનો કરતી જોવા મળી રહી છે. આ નજારો ચોંકાવનારો છે. આ દરમિયાન કારચાલક પણ કારની અંદર હોય છે. અચાનક કારનું સંતુલન બગડી જાય છે, ત્યારબાદ કારને ધક્કો મારતા લોકો ઝડપથી સાઈડમાં ખસી જાય છે.

પછી શું કાર તરત જ પાછળની તરફ વળવા લાગે છે, ત્યારબાદ ડ્રાઈવર ઝડપથી કારમાંથી કૂદી પડે છે અને કાર નીચે ઊંડી ખાઈમાં પડી જાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ચોંકાવનારી ઘટના જમ્મુ-કાશ્મીરમાં ક્યાંક બની છે, આ હૃદયદ્રાવક અકસ્માતનો વીડિયો @Prateek34381357 નામના આઈડીથી ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.

Previous Article

અનંત-રાધિકાના પ્રિ વેડિંગમાં મહેન્દ્રસિંહ ધોનીએ સાક્ષી ભાભી સાથે આપ્યા શાનદાર પોઝ, માહી ભાઈનો નવો લુક જોઈને ચાહકો થયા ફિદા

Next Article

પપ્પા બન્યો વરુણ ધવન, પત્ની નતાશા સાથે કર્યુ પહેલા બાળકનું સ્વાગત- જાણો બેબી ગર્લ આવી કે બેબી બોય

error: Protected Content!
Exit mobile version