પલક ઝપકાવતા જ ચાલુ ટ્રેનની બારીમાંથી ચોરી થઇ ગયો મોબાઇલ…વીડિયો જોઇ તમારુ પણ દિમાગ ચકરાઇ જશે

છોકરાએ ચાલુ ટ્રેનમાં નાખ્યો હાથ અને ફોન ચોરી કરી ભાગ્યો…જોતો જ રહી ગયો અંદર બેસેલો પેસેન્જર- જુઓ વીડિયો

ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને ઘણીવાર અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ક્યારેક સામાન ચોરાઈ જાય છે, તો ક્યારેક સીટ પર કોઈ બીજું બેસી જાય છે. આ જ કારણ છે કે બસ, ટ્રેન અથવા મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને વારંવાર ઘોષણાઓ કરવામાં આવે છે જેમાં તેમને ખિસ્સાકાતરુઓથી સાવધાન રહેવાનું કહેવામાં આવે છે.

ત્યારે એક વીડિયો સામે આવ્યો છે, જે લોકોમાં એક નવો ડર પેદા કરી રહ્યો છે. ઘણીવાર લોકો વિન્ડો સીટ પર બેસીને ફોનનો ઉપયોગ કરે છે અથવા તેને ચાર્જિંગ પર છોડી દે છે. હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં પેસેન્જરે પણ કંઈક આવું જ કર્યું. તે ફોન ચાર્જ કરીને બેઠો હતો.

ત્યારે ટ્રેનની બહાર સ્ટેશન પર હાજર એક ચોરે હાથ સાફ કરી નાખ્યા. જ્યારે ટ્રેન સ્ટાર્ટ થઈ ત્યારે તેણે બારીની અંદર હાથ નાખ્યો અને પેસેન્જરનો ફોન ચોરી લીધો. તે વ્યક્તિ બહાર પણ ન નીકળી શક્યો કારણ કે ટ્રેન આગળ વધી રહી હતી અને મોટી સંખ્યામાં અન્ય મુસાફરો ટ્રેનના દરવાજા પર હાજર હતા.

Previous Article

ટ્રેન અને રેલવે સ્ટેશન બાદ હવે એરપોર્ટ પર અજીબોગરીબ રીતે ડાંસ કરતી જોવા મળી મહિલા, લોકો બોલ્યા- કોઇ તો આ વાયરલનો ઇલાજ કરો...

Next Article

ઘૂંટણથી સીડી ચઢી જાહ્નવી કપૂર પહોંચી તિરુપતિ મંદિર, BF શિખર અને ઓરીએ આવી રીતે આપ્યો સાથ

error: Protected Content!
Exit mobile version