ઓ બેવફા….સુહાગરાત પહેલા દુલ્હનની પોલ ખુલી, વરરાજો આખી રાત રડ્યો, ગામાં દોડાદોડી થઈ

વારાણસીમાં એક લગ્નમાં સનસનીખેજ વળાંક ત્યારે આવ્યો જ્યારે વિદાય પહેલા દુલ્હન ઘરેણાં લઈને ભાગી ગઈ, ખાસ વાત એ હતી કે તેણે વરરાજા સાથે સાત ફેરા પણ લીધા અને બધી વિધિઓ પણ કરી. જો કે વિદાયનો સમય આવ્યો ત્યારે માત્ર દુલ્હન જ નહીં પરંતુ તેનો ભાઈ પણ ગાયબ થઇ ગયો. આ વાતથી અજાણ વરરાજા કલાકો સુધી વિદાયની રાહ જોતો રહ્યો. સત્ય બહાર આવતાં જ અને દુલ્હનના ગુમ થવાના સમાચાર મળતા જ લગ્નના મહેમાનોમાં ખળભળાટ મચી ગઇ.

નારાજ વરરાજાના પિતાએ પોલીસને ફોન કર્યો. બંને પક્ષો વચ્ચે કલાકો સુધી ચર્ચા ચાલી, ત્યારબાદ પોલીસ બધાને પોલીસ સ્ટેશન લઈ ગઈ. પોલીસે કન્યા અને તેના ભાઈની શોધખોળ શરૂ કરી છે. જો કે બંનેનો કોઈ પત્તો લાગ્યો નથી. તેનો મોબાઈલ પણ સ્વીચ ઓફ છે. મામલાની ગંભીરતાને જોતા પોલીસે દુલ્હનના પિતાને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભદોહીના રતના ગામના રહેવાસી ઈન્દ્રજીત કહાર એ પોતાના પુત્ર સિદ્ધાર્થ કુમારના લગ્ન વરણાસીના હસનપુરના રહેવાસી કૃપાશંકરની પુત્રી રીટા સાથે નક્કી કર્યા હતા.

સગાઇ જાન્યુઆરીમાં થઈ હતી અને લગ્નનો દિવસ 6 માર્ચ નક્કી કરવામાં આવ્યો હતો. ગુરુવારે સિદ્ધાર્થ લગ્નની જાન સાથે વારાણસી પહોંચ્યો. વર અને કન્યાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જયમાલા વિધિ પૂર્ણ થયા પછી વર અને કન્યાએ લગ્નની અન્ય વિધિઓ કરી. ફેરા બાદ પરંપરા મુજબ લગ્નની વિધિઓ ચાલુ રહેતાં સવારે 8 વાગ્યે વિદાયનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જો કે સવારે કન્યાના પરિવારજનોએ થોડો વધુ સમય માંગ્યો.

આ દરમિયાન લગ્નના મહેમાનો આરામ કરવા લાગ્યા અને વરરાજા પણ સૂઈ ગયા. જો કે મોડું થઇ જતા વરરાજાના પરિવારે વિદાય વિશે પૂછપરછ કરવા માટે બોલાવ્યા. આના પર દુલ્હનના પિતાએ સમય માંગ્યો. જ્યારે વરરાજાનો ભાઈ કન્યાના ઘરે ગયો ત્યારે ત્યાં ન તો કન્યા હતી કે ના તો તેનો ભાઈ. નજીકમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે રીટા તેના ભાઈ સાથે બાઇક પર જતી જોવા મળી હતી.

Previous Article

બાબુ-શોના સાથે પહેલો એક્સીડેંટ...દુર્ઘટના બાદની સેલ્ફી શેર કરતા જ મચી બવાલ

Next Article

ખતરનાક સાપને કિસ કરી રહ્યો હતો શખ્સ, પછી સાપે કર્યુ એવું કે ડરાવી દેશે વીડિયો

error: Protected Content!
Exit mobile version