સોશિયલ મીડિયા પર અવાર-નવાર એવા વીડિયો વાયરલ થાય છે, જે ક્યારેક મજેદાર તો ક્યારેક ચોંકાવનારા હોય છે. જેને જોઈને તમે કાંતો ચોંકી જતા હશો અને કાંતો હસી-હસીને લોટપોટ પણ થઈ જતા હશો. પરંતુ આ વીડિયો જોઈને તમે વિચારમાં પડી જશો કે આવું કોણ કરી શકે. હાલ સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા અને ફેમસ થવા માટે લોકો પોતાના વીડિયો શેર કરે છે. હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને લોકોએ તેનો બરાબરનો ક્લાસ લીધો છે.
સોશિયલ મીડિયા પર એક કપલે પોતાનો રોમાન્ટિક વીડિયો શેર કયો છે. હકીકતમાં, કપલે પોતોના લગ્નની પહેલી રાતનો વીડિયો શેર કર્યો છે. સામાન્ય રીતે લોકો આવી ક્ષણને ખૂબ જ પર્સનલ રાખવા માંગે છે. પરંતુ, આ કપલે આ શાનદાર પળને સોશિયલ મીડિયા પર શેર કરી છે.વિડિયોમાં જોઈ શકાય છે કે કપલ ધીરેથી દરવાજો બંધ કરીને રૂમમાં એવું કામ કરે છે કે, જોઈને કોઈપણ ચોંકી જશે. ખરેખરમાં આ કપલ પોતાના હનીમૂન પર બેડરૂમની અંદરની ઝલક બતાવી રહ્યું છે. આ કપલે પહેલા રૂમનો દરવાજો બંધ કર્યો પછી અંદર એવું કામ કરતા જોવા મળ્યા, જે ચોંકાવનારું હતું.
આ વાયરલ વીડિયો પિયુષ અને નિકિતા પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, જેમાં કપલનો રૂમ સુહાગરાત માટે શણગારવામાં આવ્યો છે. તેઓ રૂમમાં ગયા બાદ વરરાજા ધીમે રહી દરવાજો બંધ કરે છે. એવું લાગે છે કે હવે વીડિયો પૂરો થઈ ગયો છે. પણ કન્યા અને વરરાજા રૂમની અંદર કંઈક કરી રહ્યા છે, જેની અપેક્ષા નહોતી. આ દ્રશ્ય ચોંકાવનારું છે. ખરેખર દુલ્હન ઠાઠથી બેઠી છે અને ધીમે ધીમે તેના ઘરેણાં, ગજરા વગેરે કાઢી રહી છે. અને વરરાજા તેની પત્નીને મદદ કરી રહ્યો છે. વીડિયો જોયા પછી લાગે છે કે આખરે કોણ આવું કરે છે. પરંતુ ખરેખર આ કપલનો વીડિયો દિલ જીતી લેનાર છે. આ વીડિયો બતાવે છે કે લગ્ન પછી પણ એકબીજાની સંભાળ રાખવી અને એકબીજાને મદદ કરવી કેટલું મહત્વપૂર્ણ છે.
સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક મહિલા યુઝરે લખ્યું છે કે આ ખરેખર વાસ્તવિકતા છે. સુરેશે લખ્યું છે કે આજ માટે આ વધુ સારું છે. બીજા યુઝરે લખ્યું છે કે લગ્નની રાત છે અને ગજરા કાઢી નાખવામાં આવી રહ્યા છે. પણ ઠીક છે, મદદ કરવી પણ મહત્વપૂર્ણ છે. ઘણા લોકોએ સ્માઈલી ઈમોજી શેર કર્યા છે, તમને જણાવી દઈએ કે આ વીડિયોને કરોડો વ્યૂઝ મળ્યા છે.
