ફેશન વીકમાં બોલિવુડ અને ટીવી સેલેબ્સનો જલવો, સોનાક્ષી સિન્હાનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ તો ઇશા, મન્નારા, મલાઇકા અને મૃણાલે કર્યુ રેંપ વોક

મુંબઈમાં 3 થી 5 મે સુધી ચાલેલા બોમ્બે ફેશન વીકના છેલ્લા દિવસે પણ ઘણા સેલેબ્સે પોતાની હાજરી નોંધાવી હતી, જેમાં સોનાક્ષી સિન્હા, કરિશ્મા તન્ના, મન્નારા ચોપરા, ઈશા માલવિયા, પ્રિયંકા ચૌધરી, સોનમ બાજવા, મનીષા રાની, એલી ગોની અને જાસ્મીન ભસીન સહિત અનેક સામેલ છે.

બોમ્બે ટાઈમ્સ ફેશન વીકમાં સોનાક્ષી સિન્હા વિક્રમ ફડનીસના બ્લેક લહેંગામાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. તેનો આઉટફિટ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો પ્રતીક હતો, જેણે લોકો પર કાયમી છાપ છોડી હતી. બોલિવૂડ અભિનેત્રીએ ફેશન શોમાં તેની શૈલી અને લુકથી દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

સોનાક્ષી ડિઝાઈનર વિક્રમ ફડનીસ માટે શો સ્ટોપર બની હતી. અદભૂત બ્લેક લહેંગામાં સજ્જ, સોનાક્ષીએ પોતાની હાજરીથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધાં હતા. ટીવીના ફેમસ રિયાલિટી શો બિગ બોસના સૌથી ચર્ચિત કપલ ​​જાસ્મીન ભસીન અને અલી ગોની પણ ફેશન વીક દરમિયાન ચર્ચાનો વિષય રહ્યા હતા.

આ કપલે એકસાથે રેમ્પ વોક કર્યુ હતુ. આ કપલ સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યુ હતુ. ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ ડિઝાઇનર ઇશા અમીન માટે રેંપ વોક કર્યુ હતુ, તે તેની શો-સ્ટોપર રહી. એક્ટ્રેસ અને બિગબોસ ફેમ ઇશા માલવિયાએ જ્વેલરી ડિઝાઇનર રૂપાલી અડાની માટે રેંપ વોક કર્યુ હતુ,

જ્યારે પ્રિયંકા ચૌધરીએ છેલ્લા દિવસે મલ્ટીકલર્ડ કો-ઓર્ડ સેટમાં મહેફિલ લૂંટી હતી. એક્ટ્રેસ સોનમ બાજવાએ છેલ્લા દિવસે ડિઝાઇનર નવનીત સિદ્ધુ માટે રેંપ વોક કર્યુ, તે તેની શો-સ્ટોપર રહી હતી. જ્યારે આકાંક્ષા પુરી ડિઝાઇનર ડિંપલ શ્રોફના આઉટફિટમાં જોવા મળી હતી.

પ્રિયંકા ચોપરાની બહેન મન્નારા ચોપરાની વાત કરીએ તો તેણે ડિઝાઇનર સંધ્યા શાહનો ઇંડો-વેસ્ટર્ન આઉટફિટ પહેર્યો હતો. બિહારથી લઈને ભારતના ખૂણે-ખૂણે પોતાનો ચાર્મ ફેલાવનાર સોશિયલ મીડિયા સેન્સેશન મનીષા રાની પણ આ ઈવેન્ટમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી.

આ ઈવેન્ટમાં મનીષાના હોટ અવતારે લોકોને તેના દિવાના બનાવી દીધા હતા. તે સોનેરી રંગના ડ્રેસમાં ધૂમ મચાવી રહી હતી.

Previous Article

કપલની નિબ્બા-નિબ્બી વાળી હરકત,મેટ્રોમાં કિસ, હવે બેંગલુરુ મેટ્રોમાં ઇંટીમેટ થતુ જોવા મળ્યુ કપલ, વિડીયો વાયરલ

Next Article

1 કરોડની કાર ચલાવતી જોવા મળી વાયરલ વડાપાવ ગર્લ, વીડિયો વાયરલ થતા જ મચી ગયો હંગામો

error: Protected Content!
Exit mobile version