શ્વેતા તિવારીને પ્રેમમાં બદ્કિસ્મત, બે-બે વાર તૂટ્યા લગ્ન, સાંભળવા પડ્યા લોકોના મેણા- પણ ક્યારેય ના માની હાર- જુઓ તસવીરો

‘કસૌટી ઝિંદગી કી’થી ઘરે ઘરે ફેમસ થયેલી એક્ટ્ર્સે કે જેની કારકિર્દી ગમે શાનદાર રહી હોય પણ તેનું અંગત જીવન વિવાદોથી ઘેરાયેલું રહ્યુ છે. અમે વાત કરી રહ્યા છે શ્વેતા તિવારીની, જેણે બે વાર લગ્ન કર્યા અને બંને વખત છૂટાછેડા લીધા. હવે શ્વેતા સિંગલ મધર છે અને તેના બંને બાળકોની પરવરિશ કરી રહી છે. શ્વેતા તિવારી ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. તે તેની સ્પષ્ટવક્તા શૈલી અને ફેશન સેન્સને કારણે નવી અભિનેત્રીઓને ફણ ટક્કર આપે છે.

અભિનેત્રી 43 વર્ષની છે પરંતુ તે જ્યારે તસવીરો શેર કરે છે ત્યારે લોકો તેના વખાણ કરવા મજબૂર બની જાય છે. હાલમાં જ તેણે બીચ પરની મનમોહક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, જે બાદ લોકો તેની ગ્લેમરસ સ્ટાઈલના દીવાના બની ગયા હતા. બ્રેલેટ અને શોર્ટમાં અભિનેત્રીની હોટ સ્ટાઇલ જોવા મળી હતી. થોડા દિવસો પહેલા એક્ટ્રેસ પોતાના દીકરાની ઉંમરના એક્ટર સાથે તસવીર શેર કરતા હેડલાઇન્સમાં આવી હતી, આ એક્ટર સાથે તેની અફેરની પણ ચર્ચા થઇ હતી.

તસવીરમાં શ્વેતા એક્ટર વરુણ કસ્તુરિયાની ખૂબ જ નજીક જોવા મળી હતી. આ પછી લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ હતું. જો કે વરુણ કસ્તુરિયાએ ફોટો કેપ્શનમાં હેશટેગ સાથે ‘મધર એન્ડ સન’ લખ્યું હોવા છતાં પણ લોકોએ શ્વેતાની ટીકા કરવાનું ચાલુ રાખ્યું હતું. શ્વેતા ટીવી શો ‘અપરાજિતા’માં વરુણ કસ્તુરિયાની સાસુની ભૂમિકામાં જોવા મળી હતી. જણાવી દઇએ કે, શ્વેતાનું ઘણા કલાકારો સાથે નામ જોડાઇ ચૂક્યુ છે.

શ્વેતા તિવારી કરતા લગભગ 10 વર્ષ નાના ‘ઇમલી’ ફેમ એક્ટર ફહમાન ખાન સાથે પણ તેના અફેરની ચર્ચાઓ થઈ હતી. જો કે ફહમાન ખાને આ અફવાઓનું ખંડન કર્યું હતું. આ ઉપરાંત શ્વેતાનું નામ ‘ખતરો કે ખિલાડી’ કંટેસ્ટેંટ વિશાલ આદિત્ય સિંહ સાથે પણ જોડાયુ હતુ. અભિનેત્રીએ શો ‘બેગુસરાય’માં વિશાલની માતાની ભૂમિકા ભજવી હતી. વિશાલ શ્વેતાની સુંદરતાથી અભિભૂત થઈ ગયો.

જો કે વિશાલે કહ્યું હતું કે, ‘જ્યારે અમે ‘બેગુસરાય’નું શૂટિંગ કરી રહ્યા હતા. હું નિર્દોષપણે તેમની સાથે ફ્લર્ટ કરતો હતો અને તે મને ઠપકો આપતી અને કહેતી કે ભાગ, તું બાળક છે. હું તેમનું અને તેમના કામનું ખૂબ સન્માન કરું છું. તેમણે મારી માતાની ભૂમિકા ભજવી હતી, તેથી મેં તેમને મા કહેવાનું શરૂ કર્યું. ત્યારથી હું તેમને આવું કહેતો આવ્યો છું.’

શ્વેતા તિવારીનું નામ ‘કસૌટી જિંદગી કી’ ફેમ એક્ટર સિજાન ખાન સાથે પણ જોડાયુ હતું, પણ અભિનેત્રીએ આ વાતને પણ ફગાવી દીધી હતી. લગ્નજીવનની વાત કરીએ તો, શ્વેતા તિવારીની અંગત જિંદગી ઉથલપાથલથી ભરેલી રહી છે. તેણે 18 વર્ષની ઉંમરે રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા, જેની સાથે તેને એક પુત્રી પલક તિવારી છે. બંને લગભગ 9 વર્ષ પછી અલગ થઈ ગયા.

તેણે પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. 43 વર્ષની શ્વેતાએ 13 જુલાઈ 2013ના રોજ અભિનવ કોહલી સાથે બીજી વખત લગ્ન કર્યા હતા, જો કે બંને લગભગ 6 વર્ષ પછી અલગ થઈ ગયા. આ લગ્નથી શ્વેતા તિવારીને એક પુત્ર છે, જેનું નામ રેયાંશ કોહલી છે.

Previous Article

Startups to Watch in 2024: Tech Innovations on the Rise

Next Article

'બંધ કરો એક્સપરીમેન્ટ કરવાનું...' વાયરલ થયો 'ચીઝ ગોલો '- લોકોએ પકડી લીધુ માથુ, જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version