BMW એ ટાટા પંચને મારી ટક્કર, પછી ડિવાઇડર સાથે ટકરાઇ, BMW નો થયો એવો હાલ કે…
TATA PUNCH સાથે ટકરાયા બાદ BMW નો થયો આવો હાલ, જોઇ લોકો હેરાન; ગાડીનું ક્રાઇમ કનેક્શન આવ્યુ સામે
ટાટાની મજબૂતીને સૌ કોઇ જાણે છે. ત્યારે આવી જ એક દુર્ઘટનામાં એકવાર ફરી ટાટાની મજબૂતી જોવા મળી, જ્યાં એક ઝડપી ગતિએ આવતી BMW Z4 એ ટાટા પંચને ટક્કર મારી અને પછી ડિવાઈડર સાથે અથડાઈ. આ દરમિયાન BMW ની એવી હાલત થઇ કે લોકો પણ જોતા રહી ગયા. દિલ્હીના દિલ્હી ગેટ વિસ્તારમાં આ અકસ્માત થયો હતો. એક તેજ રફતાર BMW સ્પોર્ટ્સ કારે પહેલા ટાટા પંચ કારને ટક્કર મારી અને આ પછી તે ડિવાઇડર સાથે અથડાઈ.
જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે સંપત્તિનું નુકસાન થયું નથી, પરંતુ BMW કારને ભારે નુકસાન થયું છે. ત્યાં ટાટા પંચ કારને સામાન્ય નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે BMW કાર ખૂબ જ ઝડપે આવી રહી હતી અને અચાનક તે ટાટા પંચ કાર સાથે અથડાઈ. આ પછી BMW ચાલકે કાર પરનો કાબુ ગુમાવ્યો અને ડિવાઈડર સાથે અથડાઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે BMW કારને ભારે નુકસાન થયું છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઈ છે. ટક્કર પછી કાર ઘણા ફૂટ સુધી ઘસડતી રહી. સદનસીબે કોઈ રાહદારીને ટક્કર નહોતી લાગી. ઘટના પછી નજીકના લોકો તાત્કાલિક પહોંચ્યા અને મદદ કરવાનો પ્રયાસ કર્યો. અકસ્માત બાદ લોકોએ પોલીસને જાણ કરી અને માહિતી મળતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ. પ્રથમ દ્રષ્ટિએ આ કેસ ઝડપી કે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે કાર ચાલકની ઓળખ સુખવિંદર સિંહ તરીકે થઈ છે. તે નશામાં હતો કે નહીં તે જાણવા માટે તબીબી તપાસ કરવામાં આવી રહી છે.
ઘટના સમયે કારમાં છઠ્ઠા ધોરણનો એક વિદ્યાર્થી પણ હતો, જેને સુખવિંદર સિંહ શાળાએથી ઘરે લઇ જઇ રહ્યો હતો. ડીસીપી (સેન્ટ્રલ) અનુસાર, તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આસ મોહમ્મદ નામના વ્યક્તિએ તાજેતરમાં જ BMW ખરીદી હતી અને તે તેનો બીજો માલિક છે. તે અકસ્માત સ્થળે હાજર નહોતો, તેને બે વર્ષ માટે દેશનિકાલ કરવામાં આવ્યો હતો. ડીસીપીએ જણાવ્યું હતું કે તેની સામે દેશનિકાલની કાર્યવાહીને કારણે તેને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી નથી. IPC ની કલમ 281 (બેફામ વાહન ચલાવવું) હેઠળ IP એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
