‘બાલિકા વધુ’ અને ‘બંદિની’ એક્ટ્રેસ આસિયા કાજીએ બોયફ્રેન્ડ ગુલશન નયન સાથે લગ્ન કરી લીધા છે. આસિયા અને ગુલશન ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યારે હવે લગ્ન બાદ તેમણે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી ચાહકોને આ માહિતી આપી હતી.લગ્નની તસવીરો સામે આવતા જ વાયરલ થઈ રહી છે.
આસિયાને દુલ્હન બનતી જોઈને ચાહકોની ખુશીની કોઈ સીમા નથી રહી. ચાહકો નવા પરિણીત યુગલને અભિનંદન આપી રહ્યાં છે. જણાવી દઇએ કે, આસિયાએ લગ્નમાં રેડ લહેંગો પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે ગુલશન નયને રોયલ બ્લુ શેરવાની પહેરી હતી. આસિયાના લગ્ન ખૂબ જ ઇંટીમેટ સેરેમનીમાં થયા હતા, જેમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.
આસિયા અને ગુલશન વચ્ચેના સંબંધો વિશે વાત કરીએ તો બંને એકબીજાને 8 વર્ષથી ડેટ કરી રહ્યા હતા. બંનેની પહેલી મુલાકાત સેલિબ્રિટી ક્રિકેટ લીગ દરમિયાન થઈ હતી. અહેવાલો અનુસાર, શરૂઆતમાં આસિયા અને ગુલશનનો પરિવાર આ સંબંધ માટે તૈયાર નહોતો. તેઓ અલગ-અલગ ધર્મના હોવાથી પરિવારને એતરાઝ હતો.
જો કે આસિયા અને ગુલશને ક્યારેય એકબીજાનો સાથ ના છોડ્યો અને આખરે બંનેના પરિવારજનો માની ગયા. ‘તેનાલી રામા’, ‘બાલિકા વધૂ’ અને ‘બંદિની’ સહિતના ઘણા ટીવી શોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ આસિયાએ ગુલશન સાથે લગ્નની તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યું, “હંમેશા અનંત પ્રેમની શરૂઆત થઇ રહી છે.” જણાવી દઇએ કે, બંનેના લગ્ન 29 નવેમ્બરે મુંબઈમાં થયા હતા.
