અરબાઝ ખાને પત્ની શૂરા ખાન પર ખુલ્લેઆમ લૂંટાવ્યો પ્રેમ, ઇફ્તાર પાર્ટીનો વીડિયો જોઇ ચાહકો થયા મુરીદ

ઇફ્તાર પાર્ટીમાં બોલીવુડના નવા કપલ અરબાઝ ખાન-શૂરા ખાનનો ઇશ્ક ચઢ્યો પરવાન, ભરી મહેફિલમાં આવી રીતે લૂંટાવ્યો પ્રેમ- જુઓ વીડિયો

અરબાઝ ખાન અને તેની બીજી પત્ની શુરા ખાન બોલિવૂડનું ચર્ચિત અને ફેમસ કપલ બની ગયુ છે, બંનેને ઘણી વખત જાહેર સ્થળો પર સ્પોટ કરવામાં આવે છે. હાલમાં જ બંને ઈફ્તાર પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા. આ કપલે તેમના મહેમાનોની વચ્ચે બેસીને ઈફ્તાર પાર્ટીની મજા માણી હતી. આ દરમિયાન કપલ વચ્ચે આરામદાયક અને રોમેન્ટિક ક્ષણો પણ જોવા મળી.

ઈફ્તાર પાર્ટી દરમિયાન અરબાઝ અને શૂરા એકબીજાની કાળજી લેતા જોવા મળ્યા હતા. ક્યારેક શૂરા તેના પતિ માટે પ્રેમ વ્યક્ત કરતી તો ક્યારેક અરબાઝ તેની પત્નીની સંભાળ લેતો જોવા મળ્યો. જણાવી દઈએ કે, આ ઈફ્તાર પાર્ટીમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી અને આમાંથી જ એક હતી બોલિવુડ એક્ટ્રેસ રવિના ટંડન. તાજેતરમાં જ અરબાઝે પત્ની શૂરા અને ઈન્ડસ્ટ્રીના કેટલાક મિત્રો સાથે ઈફ્તાર પાર્ટી કરી.

રમઝાનના પવિત્ર માસ દરમિયાન તે તેની પત્ની શુરા ખાન સાથે ઈફ્તાર પાર્ટી માટે મુંબઈના મોહમ્મદ અલી રોડ પર પહોંચ્યો હતો. નવપરણિત કપલ ​​અરબાઝ અને શુરાએ ઈફ્તાર પાર્ટીમાં ઘણી સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણી હતી. એટલું જ નહીં પરંતુ અરબાઝ તેની પત્નીને ભીડથી બચાવતો પણ જોવા મળ્યો હતો. તેમની ક્યૂટ કેમેસ્ટ્રીના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે.

એક વીડિયોમાં ઈફ્તાર પછી શૂરા તેના પતિ અરબાઝનો ચહેરો સાફ કરતી જોવા મળે છે તો એક વીડિયોમાં બંને પતિ-પત્ની એકબીજાનું એઠું ખાતા જોવા મળે છે. કપલની ક્યૂટ કેમેસ્ટ્રી જોયા બાદ ચાહકો પણ પોતાની જાતને તેમના વખાણ કરવાથી રોકી શકતા નથી. અરબાઝ અને શુરાની કેમેસ્ટ્રીએ લોકોના દિલ જીતી લીધા છે.

એક વીડિયોમાં આ કપલ ભીડનો શિકાર બનેલુ અને કોઈક રીતે અરબાઝ શૂરાને ભીડથી પ્રોટેક્ટ કરતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, અરબાઝ ખાને 24 ડિસેમ્બર 2023ના રોજ શુરા ખાન સાથે લગ્ન કર્યા હતા. અરબાઝ-શુરાના લગ્નમાં આખા ખાન પરિવારે ખુશીથી હાજરી આપી હતી.

Previous Article

સીક્રેટ લગ્ન બાદ સામે આવ્યો તાપસી પન્નૂના લગ્નનો વીડિયો, રેડ સૂટમાં નાચતા નાચતા એક્ટ્રેસે લીધી સ્ટેજ પર એન્ટ્રી

Next Article

હનીમુન પર છે 'દેવો કે દેવ મહાદેવ' ફેમ સોનારિકા ભદૌરિયા...લગ્ન પછી થઇ ગઇ છે ખૂબ જ બોલ્ડ- જુઓ હોટ તસવીરો

error: Protected Content!
Exit mobile version