રાજા ભૈયા ફેમ આરતી છાબરિયાના ઘરમાં ટૂંક સમયમાં કિલકારી ગુંજવાની છે. અભિનેત્રી 41 વર્ષની ઉંમરે માતા બનવા જઈ રહી છે. આરતીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે પોતાની ખુશી શેર કરી છે. તેણે ઇન્સ્ટા એકાઉન્ટ પર મેટરનિટી ફોટોશૂટની ઝલક બતાવી છે, જેમાં તે બેબી બંપ ફ્લોન્ટ કરતી જોવા મળે છે. અભિનેત્રીની આ પોસ્ટને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે.
આ પોસ્ટ પર કમેન્ટ કરી તેને બધા અભિનંદન આપતા જોવા મળે છે. આરતીએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતો એક વીડિયો ઈન્સ્ટા પર શેર કર્યો અને તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું, ‘મારા જીવનના સૌથી સુંદર મહિનાઓ એન્જોય કરી રહી છું. આ તે સમય છે જ્યારે જીવનની સૌથી સુંદર અને વાસ્તવિક રોલ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છું.’
અભિનેત્રીએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે, આ સાથે તેણે નીલમણિનો હાર પહેર્યો છે. આરતીના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો અને તેની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે. ફેન્સ અને સેલેબ્સ તેને આ નવી સફર શરૂ કરવા બદલ અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.
લગ્નના પાંચ વર્ષ બાદ અભિનેત્રી માતા બનવા તૈયાર છે, તે હાલમાં 41 વર્ષની છે અને તે તેના પતિ વિશારદ બિડાસી સાથે તેના પહેલા બાળકનું સ્વાગત કરવાની છે. આ કપલે 23 જૂન 2019ના રોજ લગ્ન કર્યા હતા. વિશારદ ઓસ્ટ્રેલિયામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જણાવી દઇએ કે આરતીના વિશારદ સાથે એરેન્જ્ડ મેરેજ છે અને બંને એકસાથે ખૂબ જ ખુશ છે.
ઉલ્લેખનીય છે કે, આરતી છેલ્લે 2013માં આવેલી ફિલ્મ 70KMમાં જોવા મળી હતી. આ પછી તેણે ફિલ્મોથી દૂરી બનાવી લીધી. ફિલ્મો છોડ્યા બાદ આરતી રાઇઝિંગ ફોનિક્સના નામથી પોતાનું પ્રોડક્શન હાઉસ ચલાવી રહી છે. આ પ્રોડક્શન હાઉસની અંદર ઘણા મ્યુઝિક વીડિયો અને ટેલિવિઝન કમર્શિયલ શૂટ કરવામાં આવ્યા છે, જેનું નિર્દેશન આરતીએ કર્યું છે.
આરતી ભલે લાંબા સમયથી મોટા પડદા પરથી ગાયબ હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરી જોડાયેલી રહે છે. તેણે ‘લજ્જા’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને ‘આવારા પાગલ દિવાના’, ‘તુમસે અચ્છા કૌન હૈ’, ‘શાદી નંબર 1’, ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ અને ‘પાર્ટનર’ જેવી ફિલ્મોથી દર્શકોના દિલ જીતી લીધા હતા.
