ઇંટીમેટ સીનની શુટિંગમાં બેકાબૂ થઇ ગયો હતો એક્ટર, હિરોઇન સાથે કરી હતી ગંદી હરકત, એક્ટ્રેસે જણાવી આપવીતી

ઇંટીમેટ સીન દરમિયાન એક્સાઇટેડ થઇ ગયો એક્ટર, ગંદી હરકતથી એક્ટ્રેસને થઇ ઉલજન, બોલી- આવું બેવાર થયુ

ઘણા વર્ષોથી ફિલ્મના સેટ પર ઇંટીમેટ સીન શૂટ કરવાને લઇને અલગ અળગ કહાનીઓ સામે આવી છે, જ્યારે એક્ટર બેકાબૂ થઇ ગયા હોય અને હિરોઇનોને અસ્વસ્થતા થઇ હોય. ત્યારે હાલમાં બીજી એક અભિનેત્રીએ ખુલાસો કર્યો છે કે ફિલ્મના શૂટિંગ દરમિયાન એક વખત અભિનેતા બેકાબૂ થઇ ગયો હતો અને ચુંબન કર્યું હતું. આ ઉપરાંત અયોગ્ય રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું.

‘પદ્માવત’, ‘ટાઇગર ઝિંદા હૈ’, ‘વોર 2’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી અનુપ્રિયા ગોયનકાએ શેર કર્યું કે તેને પણ આવા જ અનુભવોનો સામનો કરવો પડ્યો છે. સિદ્ધાર્થ કન્નન સાથેની એક ખાસ વાતચીત દરમિયાન અનુપ્રિયાએ કહ્યું, “આવું બે વાર બન્યું. એક વાર, હું એમ નહીં કહું કે તે વ્યક્તિ મારો ફાયદો ઉઠાવી રહ્યો હતો, પરંતુ તે ઉત્સાહિત થઈ રહ્યો હતો, જે ન થવું જોઈએ. આવી સ્થિતિમાં, તમે થોડું અપમાનિત અને અસ્વસ્થતા અનુભવો છો.

આ બધું કિસિંગ સીન દરમિયાન થયું. બીજી ઘટના, મેં એવા કપડાં પહેર્યા હતા જે આરામદાયક ન હતા.” “મને અપેક્ષા હતી કે તે (સહ-કલાકાર) એક પુરુષ તરીકે, જાણશે કે આવા દ્રશ્યમાં સ્ત્રીને કમરથી પકડી રાખવી સરળ છે. પરંતુ તેણે થોડો ઉપર હાથ મૂક્યો હતો, જેની જરૂર નહોતી. તે મારી કમર પર હાથ મૂકી શક્યો હોત.” અનુપ્રિયાએ કહ્યું કે આનાથી તે ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ.

તેણે કહ્યુ- પાછળથી મેં તેના હાથ થોડા ઉપર (તેની કમર સુધી) ખસેડ્યા અને તેને કહ્યું કે નીચે નહીં, ત્યાં પકડી રાખે. પણ તે ક્ષણે, એવું લાગ્યું કે… હું તેને પૂછી શકી નહીં કે તેણે આવું કેમ કર્યું. કારણ કે તે ફક્ત કહેશે કે તે ભૂલ હતી. હું તે સમયે તેને કહી શકી નહીં.પણ મેં તેને કહ્યું આગળના ટેકમાં, એવું ન કરો, તેના બદલે આ કરો. પછી તેમણે વાત માની. એમ કહીને કે કિસિંગ સીન શૂટ કરતી વખતે કોઈ વ્યક્તિ કોઈને આરામથી ચુંબન કરી શકે છે પરંતુ ક્યારેક તેઓ તમારા પર તૂટી પડે છે અને તે બર્દાશ્ત બહાર થઇ જાય છે.

જણાવી દઈએ કે અનુપ્રિયાએ ‘બોબી જાસૂસ’, ‘પાઠશાલા’, ‘સર’, ‘પદ્માવત’, ‘વોર’, ‘મેરે દેશ કી ધરતી’ અને ‘બર્લિન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત, તેણે ‘સેક્રેડ ગેમ્સ’, ‘અભય’, ‘ક્રિમિનલ જસ્ટિસ’, ‘અસુર: વેલકમ ટુ યોર ડાર્ક સાઈડ’ અને ‘સુલ્તાન ઓફ દિલ્હી’ જેવી વેબ સિરીઝમાં પણ કામ કર્યું છે.

Previous Article

યુવકે ‘નો હેલ્મેટ નો ફ્યુઅલ’નો નીકળ્યો દેશી જુગાડ, વાયરલ વીડિયો જોઈ યુઝર્સે કેહવા લાગ્યા કે ભારતમાં દરેક...

Next Article

રૂમમાં સુઈ રહ્યો હતો યુવક, એવામાં જ અચાનક વાંદર એ આવીને કર્યો હુમલો, પછી જે થયું તે જોઈ યુઝર્સ...જુઓ વીડિયો

error: Protected Content!
Exit mobile version