હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
Daily Horoscope: જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકશાન પણ થઈ શકે છે.
2. વૃષભ – બ, વ, ઉ (Taurus) આજનો દિવસ તમારા માટે ઘણો સારો સાબિત થશે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે.વ્યવસાયિક લોકોને કોઈ મોટી બાબતમાં ફાયદો થઈ શકે છે, જ્યારે નોકરી કરતા લોકોને પ્રમોશનની તકો મળી શકે છે.વાણી અને તર્ક શક્તિને કારણે સમાજમાં તમારું માન-સન્માન પણ વધી શકે છે.
3. મિથુન – છ, કે, હ (Gemini) આજના દિવસ આ રાશિના જાતકો માટે ખૂબ જ સારો અને લાભદાયક રહેવાની સંભાવના છે. નોકરીમાં સ્થિરતા અને સુરક્ષા રહેશે.અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. પરિવાર સાથે સારો સમય વિતશે.મિત્રોની મુલાકાતથી મન ખુશ રહેશે.
4. કર્ક – ડ, હ (Cancer) આજના દિવસ તમારા માટે શુભ રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે.કેટલાક લોકોને ઇચ્છિત નોકરી મળવાની શક્યતા છે.આર્થિક પ્રગતિના નવા રસ્તા ખુલી શકે છે અને પ્રભાવશાળી લોકો સાથે સંપર્ક સ્થાપિત થઈ શકે છે.
5. સિંહ – મ, ટ (Leo) આજનો દિવસ ખુશી, મનોરંજન અને રોમાંસથી ભરેલો રહેશે, જેમાં સામાજિક મેળાવડા અને પરિવાર સાથે સારો સમય પસાર કરવાના યોગ છે. તમે તમારી લાગણીઓ યોગ્ય લોકો સુધી અસરકારક રીતે પહોંચાડી શકશો. ઘરમાં કેટલાક ફેરફારો તમને સંવેદનશીલ બનાવશે, પરંતુ તમે તમારી વાત અને લાગણીઓ ઘરના વ્હાલા સ્વજનો સમક્ષ સારી રીતે મૂકી શકશો.
6. કન્યા – પ, ઠ, ણ (Virgo) આજના દિવસ મિશ્રિત અને પ્રગતિશીલ રહેશે. ધંધામાં સારો લાભ થશે, પરિવારનો સાથ મળશે અને સ્વાસ્થ્ય બાબતે થોડી સાવધાની રાખવી પડશે.માનસિક તણાવથી દૂર રહો, ખાવા-પીવામાં ધ્યાન રાખો. ધંધામાં નવા રસ્તા ખુલી શકે છે, નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે.
7. તુલા – ર, ત (Libra) આજના દિવસે કારકિર્દી અને કાર્ય સાથે સંબંધિત સારા સમાચાર મળી શકે છે. તમે તમારા કાર્ય પ્રત્યે વધુ સક્રિય રહેશો અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરી શકે છે. નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને સફળતા મળી શકે છે.
8. વૃશ્ચિક – ન, ય (Scorpio) આજનો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે, જેમાં આરોગ્ય, ધન-સંપત્તિ અને પરિવાર મુખ્ય બાબતો રહેશે. શરીરને પૂરતો આરામ આપવો જરૂરી છે.માનસિક શાંતિ માટે યોગ કે ધ્યાન ફાયદાકારક રહેશે.કામકાજમાં સાવધાની રાખવી.નાણાકીય બાબતોમાં અચાનક ખર્ચ વધી શકે છે.
9. ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius) આજના દિવસ તમારે સાવધાની રાખવી પડી શકે છે. કામકાજમાં અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો.વેપારમાં કોઈ નવી ડીલ કરતી વખતે વિશેષ સાવચેતી રાખવી.પરિવારમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.પ્રેમ સંબંધોમાં ગેરસમજ કે નાના-મોટા મતભેદો ઊભા થઈ શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો
10. મકર – ખ, જ (Capricorn) આજનો દિવસ યોગ તથા ધ્યાન તમને સ્વસ્થ રહેવામાં તથા માનસિક રીતે ફિટ રહેવામાં મદદ કરશે. વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે. આજે નવી ભાગીદારી આશાસ્પદ ઠરશે. તમારામાંના કેટલાક આજે લાંબી મુસાફરી કરશે-જે દોડધામભરી હશે- પણ તેનાથી ખાસ્સો લાભ થશે.
11. કુંભ – ગ, શ, સ, ષ (Aquarius) આજના દિવસે આ રાશિના જાતકોએ કાર્યક્ષેત્રે સાવધાની અને પારિવારિક જીવનમાં શાંતિ જાળવવી જરૂરી છે.નોકરી કે ધંધામાં અચાનક કોઈ નવો પડકાર આવી શકે છે, તેથી સહકર્મીઓ સાથે સંકલન જાળવવું. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ માનસિક થાક કે તણાવથી બચવા માટે પૂરતો આરામ કરવો.
12. મીન – દ, ચ, ઝ, થ (Pisces) આજનો દિવસ આ રાશિના જાતકો માટે પ્રગતિશીલ રહેશે, જેમાં નોકરી-ધંધામાં નવી તકો મળવાની સાથે માનસિક સ્પષ્ટતા પણ જળવાઈ રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. મિત્રો અને સગા-સંબંધીઓ સાથે સારો સમય વિતશે.ઊર્જાનું સ્તર સારું રહેશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.
