VIRAL VIDEO: 55 વર્ષના જીજાએ કરી લીધા 18 વર્ષની સાળી સાથે લગ્ન? લોકોએ કહ્યું- સ્ટવ સળગતા બહેનનું ઘર સળગ્યું

18 વર્ષની સાળી અને 55 વર્ષના બનેવી, દીદી બીમાર પડી તો બંનેએ લગ્ન કરી લીધા, વાયરલ થયો વીડિયો

એક હિન્દી ફિલ્મના મશહૂર ગીતની લાઇન છે, “ના ઉંમ્ર કી સીમા હો ના જન્મ કા હો બંધન.” ઘણા વર્ષો પહેલા રાજ બબ્બરે રોમેન્ટિક અંદાજમાં આ લાઇન ગાઇ હતી. જો કે હવે, સોશિયલ મીડિયા પર આવી લવ સ્ટોરીઓ સાકાર થતી જોવા મળી રહી છે. એક જીજા-સાળીની પણ આવી જ લવ સ્ટોરી છે. એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ દેખાતા જીજા એક યુવાન સાળી તેમની લવ સ્ટોરી શેર કરતા જોવા મળે છે.

જીજાની ઉંમર લગભગ 55 વર્ષની હોવાનું કહેવાય છે, જ્યારે સાળી માત્ર 18 વર્ષની છે. બંને કેમેરા સામે ઉભા છે, ગુલાબી સાડી પહેરેલી સાળી હસતી જોવા મળે છે, જ્યારે જીજા સફેદ વાળ અને દાઢી સાથે શાંત દેખાય છે. વીડિયોમાં સાળી પોતાની પ્રેમકથા ખૂબ જ નિખાલસતાથી કહે છે. તે સમજાવે છે કે તેની બહેનની તબિયત થોડા સમય માટે બગડી ગઈ હતી. તે સમયે, તે રસોઈ કરવા માટે તેની બહેનના ઘરે જતી.

ધીમે ધીમે, તેમની વાતચીત વધતી ગઈ, અને પછી તેઓ મળ્યા. ટૂંક સમયમાં તેમની નિકટતા એટલી મજબૂત થઈ ગઈ કે તેઓ પ્રેમમાં પડી ગયા. સાળી કહે છે, “પછી અમે નક્કી કર્યું કે આપણે લગ્ન કરી લઈએ.” વીડિયો જોયા પછી, સોશિયલ મીડિયા યુઝર્સ વિવિધ પ્રકારની રમુજી ટિપ્પણીઓ છોડી રહ્યા છે. કોઈએ લખ્યું, “દીદીની તબિયત ઠીક થઇ કે નહિ ?” બીજાએ મજાક કરી, “દીદીનો ચૂલો ફૂંકતા ફૂંકતા દીદીનું ઘર ફૂંકી નાખ્યુ.” બીજા યુઝરે મજાકમાં લખ્યું, “સાહેબ, પ્રેમ આંધળો છે.” તમને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયો નકલી હોઈ શકે છે.

(Disclaimer: ઉપરોક્ત ખબર સોશિયલ મીડિયા વાયરલ વીડિયો પર આધારિત છે, ગુજ્જુરોકસ કોઇ પણ પ્રકારના દાવાની પ્રામાણિકતાની આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

આજનું રાશિફળ : 16 ડિસેમ્બર, આ 2 રાશિના લોકોને આજે જોખમથી બચવું પડશે...જાણો તમારી રાશિમાં શું લખેલું છે

Next Article

ભયાનક વિમાન દુર્ઘટના, ઇમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્રાઇવેટ જેટ ઇમારત સાથે અથડાયું, 7 મુસાફરોના કરૂણ મોત

error: Protected Content!
Exit mobile version