બોલિવૂડ સેલેબ્સ આખા વર્ષ દરમિયાન IIFA એવોર્ડની રાહ જોતા હોય છે. IIFA ફિલ્મ ઉદ્યોગના સૌથી મોટા એવોર્ડ્સમાં ગણાય છે, જ્યાં ફિલ્મી જગતના તમામ તારાઓ એકઠા થાય છે. બધા જ પોતાના અલગ અંદાજથી અહીં બધાની નજર ચોરવાના ઈરાદાથી આવે છે, જોકે કોઈ પોતાના લુકથી મેહફીલ લૂંટી લે છે,તો કોઈની સ્ટાઇલ IIFA ની આ ખાસ રાત્રી માટે સૂટ થતો નથી. ચાલો જાણીયે કે IIFA એવોર્ડ 2025 ના 5 સૌથી ખરાબ દેખાવ કયા હતા.
સંજીદા શેખ
અભિનેત્રી સંજીદા શેખ, જેને હિરામંડી સિરીઝમાંથી ખ્યાતિ મેળવી હતી, તે તેની સુંદરતા માટે ઓળખાઈ છે, પરંતુ IIFA માં તેનો દેખાવ એકદમ ઝાંખો દેખાયો. વાઈટ બ્લૅઝર સાથે લાંબી વાઈટ નેટની સ્કર્ટ પેહરી હતી, જે લીલી કાર્પેટ પર બિલકુલ સારી લાગતી નહોતી.
નુસરત ભરૂચા
નાના હાઈટ હોવા છતાં નુસરત ભરૂચા પોતાની સ્ટાઇલથી દરેકને પ્રભાવિત કરી દે છે. પરંતુ આ વખતે આઇફામાં બાકીના તારાઓની સામે નુસરતનો દેખાવ ઝાંખો પડ્યો. નુસરતે સફેદ રંગનું ઓફ શોલ્ડર ગાઉન પેહર્યું હતું, જેના પર એક બો બનેલો હતો. નુસરતે આ ગાઉન સાથે વાળમાં એક બાન બનાવ્યો હતો, જે તેના પર સૂટ થઇ રહ્યો ન હતો
નિમૃત કૌર
અભિષેક બચ્ચન સાથે ડેટિંગની અફવાઓને કારણે વર્ષ 2024 માં સમાચારમાં રહેલી બોલિવૂડ અભિનેત્રી નિમૃત કૌરે પણ IIFA એવોર્ડ 2025 માં ભાગ લીધો હતો. આ સમય દરમિયાન, અભિનેત્રીએ ગોલ્ડન રંગની સાડી અને ફરતી બ્રાલેટ-સ્ટાઇલ બ્લાઉઝ પેહર્યો હતો, પરંતુ તેનો દેખાવ કંઈ ખાસ નહોતો. તેના બદલે, નિમૃતની ત્વચાનો રંગ પણ આ રંગમાં ઝાંખા થઈ ગયો.
કરણ જોહર
ફિલ્મ નિર્માતા કરણ જોહર ઘણીવાર તેની સ્ટાઇલને કારણે ટ્રોલર્સના લક્ષ્યાંક હેઠળ આવે છે અને આ વખતે IIFA માં કરણની ફેશન પણ કોઈને પ્રભાવિત કરી શકતી નહોતી. કરણ જોહરે ગોલ્ડન રંગનો બ્લેઝર અને પેઇન્ટ પેહર્યું હતું, પરંતુ તેનું પેન્ટ એક બ્લાઝોની જેમ દેખાતું હતું આને દુબળા પાતળા કારણ પર તે સૂટ થઇ રહ્યું ન હતું.
નોરા ફતેહી
બોલિવૂડની આઈટમ ગર્લ નોરા ફતેહીનો લૂક પણ આ વખતે કઈ ખાન રહ્યો ન હતો, નોરાએ કાળા રંગનો સ્લિટ ગાઉન પહેરીને IIFA ના લીલા કાર્પેટ પર એન્ટ્રી લીધી હતી. નોરાના બ્લેક ગાઉન પર સિલ્વર સિલુએટ્સ બનાવવામાં આવ્યા હતા. આ સાથે, નોરાએ ડાયમંડ એરિંગ્સ અને બ્રેસ્લેટ પેહરા હતા, પરંતુ તેનો આ આઉટફિટ લોકોને પ્રભાવતી કરી શક્યો નહિ.
