AIIMSમાં વૃદ્ધ મહિલા ICUમાં પી રહી હતી બીડી, વીડિયો સામે આવ્યો તો ડોક્ટર્સ હેરાન
Patna AIIMS ICU: AIIMS હોસ્પિટલ ઉત્તમ સારવાર સુવિધાઓ અને ગરીબ લોકો માટે સસ્તી સારવાર માટે જાણીતી છે. ગરીબોને મફત સારવાર મળી રહે તે માટે સરકારે ઘણા રાજ્યમાં AIIMS હોસ્પિટલ ખોલી છે. પરંતુ તાજેતરમાં પટના AIIMS એક વીડિયો વાયરલ થયા બાદ ચર્ચામાં આવી. વીડિયોમાં એક વૃદ્ધ મહિલા ICU રૂમમાં દાખલ હોવા છતાં પણ બીડી પીતી જોવા મળી રહી છે. લોકોએ સોશિયલ મીડિયા પર મહિલાના આ બેદરકારીભર્યા કૃત્યની નિંદા કરી.
દાદી અમ્માએ ICUમાં પીધી બીડી
જણાવી દઇએ કે, ધૂમ્રપાનને કારણે હોસ્પિટલોમાં ભૂતકાળમાં ઘણી આગની ઘટનાઓ બની છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થયો, જેમાં પટનાની AIIMS હોસ્પિટલના ICU બેડ પર એક વૃદ્ધ મહિલા બીડી પીતી જોવા મળી. કોઇએ આ વીડિયો પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો અને પછી સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. કોઇ હોસ્પિટલમાં બેદરકારી બદલ તેમની સામે ફરિયાદ નોંધાવવાનું કહે છે, પરંતુ મહિલા તેની વાતને અવગણીને જોરશોરથી બીડી પી રહી છે.
લોકોએ કરી મહિલાના આ કૃત્યની નિંદા
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો મહિલાની આ હરકતની નિંદા કરી રહ્યા છે. વીડિયો જોયા બાદ લોકો વૃદ્ધ મહિલાની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. એક યુઝરે હોસ્પિટલમાં ધૂમ્રપાનના જોખમો પણ દર્શાવ્યા. જો કે, કેટલાક લોકોએ આનો આનંદ લીધો અને લખ્યું- આ મહિલા કબીર સિંહની દાદી છે, જે ધૂમ્રપાન માટે મશહૂર છે.
