હાર્દિક પંડ્યા સાથે વાનખેડે સ્ટેડિયમમાં સાવ આવી હરકત કોણે કરી? કેટલું યોગ્ય? Video જોઈ તમે પણ ચોંકી જશો

ટી 20 વર્લ્ડ કપની શાનદાર જીત બાદ 4 જુલાઈના રોજ ટીમ ઈન્ડિયાએ પહેલા તો મુંબઈમાં મેગા રોડશો કર્યો અને ત્યારબાદ ટીમ ઈન્ડિયાને સન્માનિત કરવા માટે વાનખેડે સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું. વાનખેડે સ્ટેડિયમમાં હાજર હજારોની ભીડે વંદે માતરમની ગૂંજ સાથે ટીમ ઈન્ડિયાની વિક્ટ્રી પરેડ કરી.

આ વિક્ટ્રી પરેડ દરમિયાન હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી સૌથી આગળ હતા. ત્યારે જ સ્ટેડિયમમાં હાજર દર્શકોમાંથી કોઈએ હાર્દિક પર કોઈ વસ્તુ ફેંકી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વાનખેડે સ્ટેડિયમમાં જ્યારે તમામ ખેલાડીઓ વંદે માતરમ ગાતા આગળ વધી રહ્યા હતા ત્યારે હાર્દિક તરફ કોઈએ શર્ટ ફેંકી. જો કે આ શર્ટને હાર્દિક પંડ્યાએ કેચ તો કરી પરંતુ નીચે ફેંકી દીધી. આ દરમિયાન હાર્દિકની પાછળ ઊભેલા જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ પોતાનું હસવું રોકી શક્યા નહતાં.

ઉલ્લેખનીય છે કે, આઇપીએલ બાદ હાર્દિક પંડ્યાને ખૂબ જ ટ્રોલ કરવામાં આવ્યો હતો. તેની રમત રમવાની રીત પર પણ ઘણા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેનોT20 વર્લ્ડ કપ 2024 જીત બાદ તેનો અંત આવ્યો છે. તે સમય હાર્દિક માટે ઘણો કપરો રહ્યો હતો.

yc.naresh
Exit mobile version