એરપોર્ટ પર નજર આવી ‘વિવાહ’ ફેમ એક્ટ્રેસ અમૃતા રાવ, સાદગી ભરેલો અંદાજ જીતી લેશે દિલ

‘વિવાહ’ ફિલ્મની ‘પૂનમ’ યાદ છે ? હા એ જ અભિનેત્રી જેણે શાહિદ કપૂર સાથે આ ફિલ્મમાં શાનદાર કામ કર્યું હતું- જુઓ ક્યૂટ તસવીરો

હાલમાં જ એક્ટ્રેસને શનિવારે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી, જ્યાં તેની ખૂબ જ અલગ સ્ટાઈલ જોવા મળી. અમૃતા રાવનો આ દરમિયાનનો લુક સંપૂર્ણપણે બદલાયેલો દેખાતો હતો. ચાહકોને અમૃતા રાવની નવી સ્ટાઈલ જોવા મળી. આ દરમિયાન અમૃતા રાવ સિમ્પલ આઉટફિટમાં જોવા મળી હતી.

ગુલાબી-સફેદ સૂટ પેન્ટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને એકદમ ફિટ પણ દેખાઈ રહી હતી. અમૃતા રાવની ફિટનેસ, સુંદરતા અને સિમ્પલ સ્ટાઈલ તેના ફેન્સને દિવાના બનાવી રહી છે. તેને જોઇને કોઇ ન કહી શકે કે તે 42 વર્ષની છે. કરિયરની વાત કરીએ તો તેણે ઘણી જાહેરાતોમાં કામ કર્યું હતું. પછી તેનો ફર્સ્ટ પબ્લિક અપીરિયંસ વો પ્યાર મેરા ગીતમાં હતો.

વર્ષ 2002માં અમૃતા રાવે પ્રથમ વખત અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો. તેની પ્રથમ ફિલ્મ અબ કે બરસ હતી જેમાં તે અંજલિ થાપરની મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. પરંતુ રાવને ફિલ્મફેર એવોર્ડમાં બેસ્ટ ફીમેલ ડેબ્યુ માટે નોમિનેશન મળ્યું,

ત્યારબાદ અમૃતા રાવે અજય દેવગન સાથે ધ લિજેન્ડ ઓફ ભગત સિંહમાં કામ કર્યુ અને આ પછી તે શાહિદ કપૂરની સાથે ઈશ્ક વિશ્કમાં જોવા મળી. આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી પરંતુ અમૃતાને દરેક ઘરમાં ઓળખ વિવાહની પૂનમ તરીકે ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તે શાહિદ કપૂર સાથે લીડ રોલમાં જોવા મળી હતી.

જણાવી દઇએ કે, અમૃતા રાવે શાહરૂખ ખાનથી લઈને અજય દેવગન સુધીના ઘણા મોટા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. અમૃતાએ લગ્ન બાદ એક્ટિંગને અલવિદા કહી દીધું હતું. તમને જાણીને નવાઇ લાગશે કે તેણે પોતાના લગ્નમાં માત્ર 1.5 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

અમૃતા રાવ આરજે અનમોલ સાથે લગ્ન બાદ એક પુત્રની માતા બની. અમૃતા ભલે ફિલ્મી દુનિયામાં એક્ટિવ ન હોય પણ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર ફેન્સ સાથે અંગત જીવન સાથે જોડાયેલી વાતો શેર કરતી રહે છે.

Previous Article

સુપરહિટ ફિલ્મ 'કભી હાં કભી ના' ફેમ એક્ટ્રેસે એક જ અઠવાડિયામાં ઘટાડ્યુ 10 કિલો વજન- નવી તસવીરો જોઇ ઉડી જશે હોંશ

Next Article

'પ્રાઇ**ટ પાર્ટ્સ પર કારણ વગર ઝૂમ કરે છે આ', નોરા ફતેહી બોલી- કદાચ તેમણે ક્યારેય આવા હિપ્સ નથી જોયા...

error: Protected Content!
Exit mobile version