વિસ્ફોટક યોગ પણ આ 5 રાશિઓનું કશું બગાડી નહીં શકે, ઉલ્ટું કરાવશે બંપર લાભ

જ્યોતિષશાસ્ત્રમાં મંગળ અને શનિના મિલનને ‘વિસ્ફોટક યોગ’ ગણવામાં આવે છે, સામાન્ય રીતે આ યુતિને જ્વાળામુખી જેવી વિનાશકારી માનવામાં આવે છે, પરંતુ ગ્રહોની આ ચાલ દરેક માટે નુકસાનકારક નથી હોતી. અમુક ભાગ્યશાળી રાશિઓ માટે આ સંયોગ આર્થિક ઉન્નતિ અને અધૂરા કાર્યો પૂરા કરનાર સાબિત થશે. આ ગ્રહોની યુતિ તમામ રાશિઓના જીવનમાં મોટા ફેરફાર લાવી શકે છે. બધા માટે તે નુકસાન કારક હોય તે જરૂરી નથી. કેટલાકને ફાયદો પણ કરાવી શકે છે.


આ રાશિઓના જાતકોને થશે ફાયદો – જાણો લિસ્ટમાં છે તમારી રાશિ?

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે મીન રાશિમાં બનેલો આ જ્વાળામુખી યોગ અગિયારમા ભાવમાં હોવાથી અત્યંત લાભદાયી સાબિત થશે, જે આવકના નવા સ્ત્રોત ખોલવાની સાથે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. જોકે, આ સમયગાળા દરમિયાન વધતી જતી આવકની સાથે બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે નવમા ભાવમાં બનેલો આ જ્વાળામુખી યોગ ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે. તમે ભૂતકાળમાં કરેલી મહેનતનું ફળ હવે મળવાનું શરૂ થશે અને દરેક કાર્યમાં સફળતાના યોગ બનશે.વાણી પર સંયમ રાખવો જેથી સંબંધોમાં કોઈ કડવાહટ ન આવે. જો તમે શાંતિ જાળવી રાખશો, તો ૧૧ મે સુધીનો આ સમય તમને ભાગ્યનો ભરપૂર સાથ અપાવશે.

તુલા રાશિ


તુલા રાશિના જાતકો માટે છઠ્ઠા ભાવમાં બનેલો આ વિસ્ફોટક યોગ શત્રુઓ અને રોગો પર વિજય અપાવનારો સાબિત થશે. લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓ કે જૂના રોગોમાં મોટી રાહત મળવાના યોગ છે.

વૃશ્ચિક રાશિ


વૃશ્ચિક રાશિના જાતકો માટે પાંચમા ભાવમાં બનેલો આ વિસ્ફોટક યોગ આર્થિક લાભ અને કરિયરમાં ઉન્નતિની નવી તકો લાવશે. ૧૧ મે સુધીનો આ સમયગાળો પ્રગતિ માટે સાનુકૂળ છે, પરંતુ સંતાનોના સ્વાસ્થ્ય કે ભવિષ્યને લઈને થોડી ચિંતા કરાવી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે ત્રીજા ભાવમાં બનેલો આ વિસ્ફોટક યોગ પરાક્રમ અને સાહસમાં વધારો કરનારો સાબિત થશે. ખાસ કરીને જેઓ નવો વ્યવહાર, દુકાન કે ફેક્ટરી શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે ૧૧ મે સુધીનો આ સમયગાળો અત્યંત શુભ અને નવી તકો લાવનારો રહેશે.

(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)

Previous Article

30 વર્ષ પછી શનિ-મંગળની મહાયુતિ: ભાગ્યના દ્વાર ખુલતા આ 4 રાશિના જાતકો થશે માલામાલ

Next Article

આગામી 8 મહિના આ રાશિવાળા જલસા કરશે: ભાગ્ય એવું પલટી મારશે કે વિચાર્યું પણ નહીં હોય તેવો છપ્પરફાડ લાભ થશે!

error: Protected Content!
Exit mobile version