મુંબઇ સ્ટેડિયમમાં ફરી એકવાર દર્શકોએ હાર્દિક પંડ્યાનો હૂડિયો બોલાવ્યો: કિંગ કોહલીએ દર્શકો સામે હાથ જોડ્યા,કાન પકડ્યા, જુઓ વીડિયો

હાર્દિક પંડ્યા વિરૂદ્ધ થઇ રહેલી હૂટિંગને વિરાટ કોહલીએ એક જ ઇશારામાં કરી શાંત, વીડિયો જીતી લેશે દિલ

લોકો મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડ્યાની હૂટિંગ કરવાનું નથી છોડી રહ્યા. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPLની 25મી મેચમાં પણ લોકોએ પંડ્યાની હૂટિંગ કરી હતી. દર્શકોનું આ ખરાબ વર્તન જોઈને વિરાટ કોહલી પોતાના પર કાબુ રાખી શક્યો નહીં.

કોહલીએ ઈશારા દ્વારા લોકોને કહ્યું કે તેની હૂટિંગ કરવાનું બંધ કરો અને તેને ચિયર કરો.આ મેચમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી મુંબઈ ઈન્ડિયન્સે RCBને 7 વિકેટે હરાવ્યું હતું. પંડ્યાએ આ મેચમાં 350ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. મુંબઇની 5 મેચમાં બે જીત છે જ્યારે ત્રણ મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે.

જ્યારથી હાર્દિક પંડ્યાને રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે ત્યારથી તે ટ્રોલર્સના નિશાના પર છે.ત્યારે ગત રોજ MI vs RCB મેચમાં પંડ્યા જ્યારે બેટિંગ કરવા મેદાન પર આવ્યો,

ત્યારે સ્ટેડિયમમાં હાજર મોટાભાગના લોકોએ તેનું હૂટિંગ કર્યુ, પણ આ દરમિયાન વિરાટે ફિલ્ડિંગ કરતી વખતે દર્શકોનું આ વર્તન જોયું ત્યારે તેણે ઈશારો કર્યો કે તે પણ ભારત માટે રમે છે, તેથી તેને હૂટિંગ પાડવાને બદલે ચિયર કરો.

જણાવી દઇએ કે, આ મેચમાં હાર્દિક પંડ્યાએ 6 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા. જ્યારે પંડ્યા મેચ પૂરી કરીને પેવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે લોકોએ તેની સાથે ખરાબ વર્તન નહોતુ કર્યું. એવું લાગી રહ્યું હતું કે લોકોએ વિરાટની વાત માની લીધી.

Previous Article

30 વર્ષની ઉંમરે મશહૂર સિંગરનું નિધન, મોત પહેલા મિત્રો સાથે પીધો હતો દારૂ

Next Article

મુંબઇ ઇન્ડિયન્સ સાથે જોડાયો ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનાર ભાવનગરનો વિસ્ફોટક બેટર...આક્રમક બેટીંગ માટે છે જાણિતો

error: Protected Content!
Exit mobile version