બસ અકસ્માત ! બેકાબૂ બસ 100 મીટર ખીણમાં ખાબકી, 5ના મોત-17 ઘાયલ

ઉત્તરાખંડમાં 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી બસ: પૌડીમાં અનેક પલટી ખાઇ ઝાડ સાથે ટકરાઇ- 5ના મોત, 17 ઘાયલ

Uttarakhand Road Accident: શનિવારે પૌરીથી સેન્ટ્રલ સ્કૂલ જતા રૂટ પર એક દુ:ખદ બસ અકસ્માત થયો હતો, જેમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત અને 15થી વધુ લોકો ઘાયલ થયાની પુષ્ટિ થઈ છે. આ અકસ્માતમાં બસ બેકાબૂ થઇ ગઇ હતી અને લગભગ 100 મીટર ઊંડા ખાડામાં પડી ગઈ. ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ઝડપથી ચાલુ થયુ.

સીએમ પુષ્કર સિંહ ધામીએ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદનું આશ્વાસન આપ્યું છે. આ બસ પૌરી શહેરથી દેહલચૌરી તરફ જઈ રહી હતી. સત્યાખાલ નજીક, બસ અચાનક કાબુ બહાર થઈ ગઈ અને રસ્તા પરથી લપસી ખાડામાં પડી ગઈ. આ દરમિયાન બસ એક ઝાડ સાથે અથડાઈ, જેના કારણે તે વધુ નીચે જતા રોકાઇ ગઇ.

અકસ્માતને કારણે બસના સંપૂર્ણપણે પરખચ્ચા ઉડી ગયા હતા. સ્થાનિક લોકો અને પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બસમાં મુસાફરોની બૂમો સાંભળ્યા બાદ તાત્કાલિક રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. અકસ્માતની માહિતી મળતા જ SDRF, પોલીસ અને વહીવટીતંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થાનિક ગ્રામજનોએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી.

ઘાયલોને ખાઈમાંથી બહાર કાઢવા માટે દોરડા અને અન્ય સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમામ ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ પૌરી જિલ્લા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા. કેટલાક ગંભીર રીતે ઘાયલોને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં રેફર કરવામાં આવ્યા. પ્રાપ્ત જાણકારી અનુસાર, અત્યાર સુધી અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે અને 17 જેટલા લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

હાલ મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસની બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો. જો કે, હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પોલીસે બસ ચાલક અને બસ માલિક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Previous Article

અહીં ભાડા પર મળે છે ખૂબસુરત પત્નીઓ ! આવી રીતે નક્કી કરાય છે રેટ, જો પસંદ આવી જાય તો લગ્નનો પણ મોકો

Next Article

ચહલ સાથે લગ્નમાં ખટપટની ચર્ચા, ધનશ્રીએ છોડ્યુ પતિનું ઘર ? માતાને ગળે લાગી- ફેન્સ થયા ઇમોશનલ

error: Protected Content!
Exit mobile version