ટી-20 વર્લ્ડકપમાં ભારતના આ ખેલાડીએ પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું, મળી કારમી હાર, જીતના હીરો આ ખેલાડી કોણ છે?

ભારત સામે પાકિસ્તાનની મેચ પહેલા જ USAની ટીમે પાકિસ્તાનને ટી-20 વર્લ્ડકપમાં પછાડ્યું, જીતના હીરો રહ્યા આ ભારતીય મૂળના ખેલાડીઓ, જુઓ હાર માટેના કારણો

T20 world cup Pak vs USA : ટી-20 વર્લ્ડકપની શરૂઆત થઇ ચુકી છે અને દુનિયાભરની ટીમો ટી-20માં વિશ્વ વિજેતા બનવા માટે મહેનત પણ કરી રહી છે, ભારતે પોતાની પહેલી મેચ નેધરલેન્ડ સામે 8 વિકેટે જીતી લીધી છે. ત્યારે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની પણ ગઈકાલે પહેલી મેચ USA સામે હતી, જેમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો. USA જેવી નવી ટીમ સામે પાકિસ્તાનની હારની ચર્ચાઓ હાલ દુનિયાભરમાં થઇ રહી છે અને આ હાર માટે જવાબદાર USAની ટીમમાં રહેલા ભારતીય ખેલાડીઓ છે.

પાકિસ્તાન અને USA વચ્ચે યોજાયેલી મેચ છેક સુપર ઓવર સુધી પહોંચી ગઈ અને સુપર ઓવરમાં યુએસએની ટીમે વિજય મેળવી લીધો. મેચમાં યુએસએની ટીમમાં રહેલા ઘણા ભારતીય ખેલાડીઓ આ મેચમાં ચર્ચામાં રહ્યા, જેમાંથી એક નામ નીતીશ કુમારનું પણ છે, નીતીશ કુમારે 14 બોલમાં 14 રન બનાવીને પાકિસ્તાન સામે પોતાની ટીમની જીત સુનિશ્ચિત કરી હતી, તેને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને સુપર ઓવર સુધી મોકલી આપી.

સુપર ઓવરમાં પણ USAની ટીમમાં રહેલા ભારતીય બોલર સૌરભ નેત્રાવલ્કરે જબરદસ્ત બોલિંગ કરીને USAને જીત અપાવી. તો USAના કપ્તાન મોનાંક પટેલે પણ 38 બોલમાં 50 રન ફટકારીને ટીમને જીત તરફ એક મોટું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાનની હાર પાછળ પણ ઘણા બધા કારણો જવાબદાર હતા, જેમાં પાકિસ્તાનની ફિલ્ડિંગ અને કેચ છોડવા એ મુખ્ય કારણ સાબિત થયું છે.

તો બીજું કારણ સુપર ઓવરમાં મોહમ્મદ આમિરને બોલિંગ આપવું પણ છે. કારણ કે પાકિસ્તાન પાસે શાહીન આફ્રિદી જેવો બોલર છે. હાલમાં તે વિશ્વના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાં સામેલ છે. તો આમિર લગભગ 5 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. આ સાથે પાકિસ્તાનના કપ્તાન બાબર આઝમેં પણ ખુબ જ ધીમી બેટિંગ કરી, તેણે પ્રથમ 23 બોલમાં માત્ર 9 રન બનાવ્યા હતા. આ પછી તેણે કેટલાક સારા શોટ રમ્યા. પરંતુ તે આઉટ થયો ત્યાં સુધી તે 43 બોલમાં 44 રન જ બનાવી શક્યો હતો.

Previous Article

Using Data Analytics to Drive Growth in the Travel Industry

Next Article

T20 વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની મેચ દરમિયાન પાર્કિંગ ચાર્જ જ 1 લાખ રૂપિયા, ટિકિટના ભાવ સાંભળીને તો ચક્કર આવી જશે

error: Protected Content!
Exit mobile version