ધ્યાન ભટકાવી રહી હતી આ ખૂબસુરત મહિલા એથલીટ, ઓલિમ્પિકમાંથી બહાર નીકાળી દીધી…

પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સમાંથી કેટલાક દિવસ પહેલા જ સમાચાર આવ્યા હતા કે પેરાગ્વેની એક મહિલા સ્વિમરને ફક્ત એટલા માટે ઘરે પરત મોકલી દેવામાં આવી કારણ કે તે ખૂબ જ સુંદર હતી અને તેની સુંદરતા અન્ય ખેલાડીઓ માટે ધ્યાન ભટકાવનારી હતી. વાસ્તવિક કહાની શું છે ?

શું કોઈ એથલીટ ખરેખર તેની સુંદરતાને કારણે ઓલિમ્પિકમાંથી બહાર ફેંકાઈ શકે છે ? કોણ છે આ એથલીટ અને શું છે આખો મામલો, ચાલો જાણીએ… પેરાગ્વેની આ સ્વિમરનું નામ લુઆના અલોંસો (luana alonso) છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લુઆના એટલી હોટ છે કે ટીમના ખેલાડીઓ પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નહોતા. તેની સુંદરતા ટીમના ખેલાડીઓનું ધ્યાન ભટકાવી રહી હતી.

એક અહેવાલ મુજબ, લુઆનાએ પેરિસ ઓલિમ્પિકમાં તેની સુંદરતાના કારણે ઘણા લોકોના દિલ જીતી લીધા હતા, જેમાં મોટાભાગે પેરિસ ઓલિમ્પિકના એથ્લેટ્સ હતા અને તે તેના માટે ખૂબ મોંઘું સાબિત થયું હતું, કારણ કે તેના સાથી ખેલાડીઓ તેની સુંદરતાને સંભાળી શક્યા નહિ.

પેરાગ્વે પાછા ફર્યા પછી લુઆનાએ સ્વિમિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા. તેની ભાવિ યોજનાઓ શું છે તે અંગે હાલમાં કોઈ માહિતી ઉપલબ્ધ નથી.લુઆના 100 મીટર બટરફ્લાય હીટથી આગળ વધી શકી નહોતી. ફાઈનલ માટે ક્વોલિફાય ન થવાને કારણે પેરિસ ઓલિમ્પિકમાં તેની સફર સમાપ્ત થઈ ગઈ,

જો કે જો એથલીટ ઈચ્છે તો તે 11 ઓગસ્ટે પેરિસ ગેમ્સના સમાપન સમારોહ સુધી ઓલિમ્પિક વિલેજમાં રહી શકે છે, પરંતુ તે પહેલા જ તેને ઓલિમ્પિક વિલેજમાં આવાસ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું. પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર નીકળ્યાના થોડા સમય પછી લુઆનાએ સ્વિમિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા.

Previous Article

બિગ બોસના આ કપલના ઘરમાં ટૂંક સમયમાં ગૂંજશે કિલકારી, બેબી સાવરની શાનદાર તસવીરોએ જીત્યા ચાહકોના દિલ, જુઓ

Next Article

BREAKING: 62 લોકો સાથે હજારો ફૂટ નીચે પડ્યુ પ્લેન, પછી લાગી આગ- દર્દનાક અકસ્માતનો વીડિયો આવ્યો સામે

error: Protected Content!
Exit mobile version