પહેલા સામાન આપ્યો અને પછી ચોરી ગયો મોંઘા શૂઝ, Swiggy ડિલીવરી બોયની કરતૂત CCTVમાં કેદ થયા બાદ વાયરલ

જમાનો ઓનલાઈન શોપિંગ અને ઓનલાઇન ફૂડ ઓર્ડરનો છે. જો કે, આવી સ્થિતિમાં, ઘણી વખત સુરક્ષા એક મોટો મુદ્દો બની જાય છે. ક્યારેક ઓનલાઈન છેતરપિંડી, ક્યારેક ડિલિવરી દરમિયાન અનિયમિતતા અને ક્યારેક ડિલિવરી મેનનું ખરાબ વર્તન મુદ્દાઓ બની જાય છે. તાજેતરમાં જ એક વ્યક્તિ સાથે આવું જ બન્યું હતું. 9 એપ્રિલના રોજ એક સ્વિગી ડિલિવરી બોયે એવું કર્યુ કે તેની હરકત ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઇ.

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે જ્યારે સ્વિગીનો ડિલિવરી મેન ફ્લેટની બહાર પહોંચે છે અને બેલ વગાડે છે. દરવાજો ન ખુલે ત્યાં સુધી તે નીચે પડેલા ચંપલને જોતો રહે છે. આ પછી એક મહિલા આવે છે અને ઓર્ડર લઇ દરવાજો બંધ કરી દે છે. આ પછી પણ તે વ્યક્તિ ત્યાં જ ઊભી રહે છે અને માથા પર વીંટળાયેલો ટુવાલ ઉતારી તે પહેલા પોતાનો ચહેરો લૂછે છે અને પછી થોડી સીડીઓ ઉતરે છે.

આ પછી આમ તેમ જુએ છે અને પાછો આવી નીચે રાખેલા નાઇકના શૂઝ ચોરી કરી તેને ટુવાલમાં લપેટીને ત્યાંથી નીકળી જાય છે. રોહિત નામના વ્યક્તિએ આ ઘટનાનો આખો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ઉપરાંત તેણે તેની ફરિયાદનો એક ચેટ સ્ક્રીનશૉટ પણ શેર કર્યો, જો કે, વ્યક્તિની સોશિયલ મીડિયા પોસ્ટ પછી સ્વિગીએ તરત જ જવાબ આપ્યો.

સ્વિગીએ લખ્યું – ‘અમે અમારા ડિલિવરી પાર્ટનર્સ પાસેથી વધુ સારી અપેક્ષા રાખીએ છીએ. અમને DM પર મળો, જેથી અમે તમને વધુ સારી રીતે મદદ કરી શકીએ. એક યુઝરે લખ્યું – તેના નાઇક શૂઝની કિંમત રિફંડ કરો. તે સસ્તા નથી અને આ કોઈ મજાક નથી. બીજાએ લખ્યું- આ રીતે ઘરમાંથી કોઈપણ વસ્તુની ચોરી થઈ શકે છે. ઘણા લોકોએ ફરિયાદ ચેટ વિશે કહ્યું કે – સ્વિગીએ જવાબ આપવો જોઈએ. આ ખૂબ જ નિરાશાજનક છે.

Previous Article

32 વર્ષ બાદ પણ ગજબની ખૂબસુરત છે 'રોઝા' ગર્લ મધુ, વર્ષો પછી પણ વિખેરે છે ફેશનનો જલવો

Next Article

2 વાર અસફળતા છતાં હાર ના માની ! મોબાઈલ છોડીને ધારણ કર્યું સન્યાસી જીવન, તનતોડ મહેનત કરીને દેશની આ દીકરી બની IAS

error: Protected Content!
Exit mobile version