સુરતમાં કૌટુંબિક દિયરે આચર્યુ ભાભી પર દુષ્કર્મ, ફરાર થઇ જતા બે વર્ષે અમદાવાદથી ઝડપાયો, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી ઘણીવાર દુષ્કર્મના મામલા સામે આવે છે, જેમાં કેટલીકવાર સંબંધો પણ શર્મશાર થતા હોય છે. ત્યારે હાલમાં સુરતના પુણા વિસ્તારમાં રહેતી એક પરિણીતા પર તેના કૌટુંબિક દિયરે જ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે. જોકે, સુરત ક્રાઈમ બ્રાન્ચે બે વર્ષ બાદ આરોપીને અમદાવાદથી ઝડપી લીધો છે. ફરાર આરોપી કે જે હાલમાં અમદાવાદમાં સિલાઈકામ કરતો હતો તેને ઝડપી પડાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, સુરતના પુણા વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઈલ માર્કેટમાં નોકરી કરતા મૂળ રાજસ્થાનનો યુવાન 26 વર્ષીય પત્ની સાથે રહેતો હતો. વર્ષ 2022માં મુંબઈમા રહેતો કૌટુંબિક દિયર જે મુંબઈથી સુરત ખાતે અવારનવાર ઘરે આવતો-જતો હતો.

ત્યારે 10 જુલાઈ 2022ના રોજ જ્યારે પરણિતા ઘરમાં એકલી હતી તે તકનો લાભ ઉઠાવી આરોપીએ બળજબરીપૂર્વક સબંધ બાંધ્યો અને અશ્લીલ ફોટાઓ પાડી ધમકી આપી કે જો તે કોઈને પણ જાણ કરશે તો ફોટા વાયરલ કરી દેશે અને આપણી વચ્ચે સંબંધ છે તેવી લોકોમાં ખોટી વાત ફેલાવેશે. જો કે, ત્યારબાદ ફરાર થઈ જતા પુણા પોલીસે બે વર્ષ અગાઉ ગુનો નોંધ્યો હતો.

File Pic

નાસતા ફરતા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદના નારોલના શાહવાડી ગામથી ઝડપી લીધો. આરોપીની પૂછપરછમાં સામે આવ્યુ કે તે પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા મુંબઈથી કામ છોડીને ભાગી ગયો હતો અને અમદાવાદમાં સિલાઈકામ કરતો હતો. એવું પણ સામે આવ્યુ છે કે આરોપી પરિણીતાની નણંદ એટલે કે પિતરાઈ બહેનને પણ ધમકી આપી શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.

Shah Jina
Exit mobile version