Source : સુરત ડાયમંડ બુર્સ પાસે કાર પલટતા 17 વર્ષની વિદ્યાર્થિનીનું મોત, ચાલક મિત્રની ધરપકડ
અકસ્માત:ડ્રીમ સિટીમાં રેસિંગ કરતા વિદ્યાર્થીઓની કાર પલટી મારી, ધોરણ-12ની વિદ્યાર્થિનીનું મોત, 3 ઇજાગ્રસ્ત
સુરત ડાયમંડ બુર્સ પાસે કાર પલ્ટી ખાતા એક વિદ્યાર્થીનીનું મોત, ત્રણ ઘાયલ
સુરતમાં રેસિંગનો શોખ ભારે પડ્યો, કાર પલટી ખાઇ જતાં 17 વર્ષની વિદ્યાર્થીનીનું મોત, 3ને ઇજા
સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ ડાયમંડ બુર્સ પાસે ગઈકાલે મોડી સાંજે એક અકસ્માતની ઘટના બની અને આ અકસ્માતમાં એક 17 વર્ષિય વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ. સ્કૂલના ચાર વિદ્યાર્થીઓ ગાડીમાં ફરવા જઇ રહ્યા હતા. જો કે ગાડી પલટી મારી જવાને કારણે 17 વર્ષિય દિશા જૈનનું મોત નીપજ્યુ જ્યારે ગાડીમાં સવાર ત્રણ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા થઇ.
આ ઘટનામાં પોલિસે કાર ચાલક 17 વર્ષિય યુવકની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને લઈને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. પોલિસે જેની ધરપકડ કરી છે તેનું નામ રાહુલ ચૌધરી છે. તેણે નશો કર્યો હતો કે કેમ તેની ચકાસણી માટે સિવિલમાં સેમ્પલ લેવામાં આવ્યા છે. રાહુલ વેસુમાં પોદ્દાર રેસીડેન્સીમાં રહે છે અને તેના પિતા કાપડ વેપારી છે.
ગુરુવારે બપોરે રાહુલ ક્રેટા કાર લઈ બિલ્ડિંગમાં રહેતા સાહીલ બાવા, શૌર્ય શર્મા અને વેસુમાં આવેલ શિવસાગર રેસીડેન્સીમાં રહેતી દિશા બોખડિયા (જૈન) સાથે ફરવા ગયો હતો, ત્યારે ટ્રાફિક નહીંવત હોવાને કારણે ખુલ્લા ડ્રીમ સિટી રોડ પર કાર ઓવરસ્પીડમાં દોડી રહી હતી. આ દરમિયાન કાર ડિવાઇડર કુદાવી સામેના રોડ પર પલટી ખાઈ ગઈ.
આ અકસ્માતને કારણે દિશાનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે રાહુલ ચૌધરી, શૌર્ય અને સાહીલને સામાન્ય ઇજાઓ પહોંચી. કાર રાહુલ ચૌધરી ચલાવી રહ્યો હતો, જે મહાવીર કોલેજમાં અભ્યાસ કરે છે. જો કે રાહુલ પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ હોવાનું સામે આવ્યુ છે પણ ઓવરસ્પીડ અને અવગણનાથી આ દુર્ઘટના સર્જાઈ હતી.
