સુરત : ગુજરાન કેવી રીતે ચલાવવું તે ટેન્શનમાં 30 વર્ષિય યુવકે કર્યો આપઘાત, પત્ની-બાળકો નોંધારા

સુરતમાં ગુજરાન કેવી રીતે ચલાવવું તે ટેન્શનમાં 30 વર્ષિય યુવકે કર્યો આપઘાત, પત્ની-બાળકો નોંધારા, જુઓ સમગ્ર મામલો

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં સુરતના ભટાર વિસ્તારમાંથી એક 30 વર્ષીય પરણિત યુવકના આપઘતાનો મામલો સામે આવ્યો. મૃતકનું નામ વિજય રાઠોડ હોવાનું સામે આવ્યુ છે, જેણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ છે. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.

એવું સામે આવ્યુ છે કે વિજય રાઠોડે બેકારીના કારણે અને ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે ટેન્શનમાં આપઘાત કરી લીધો છે. જો કે તેના આપઘાત બાદ પત્ની અને સંતાનો નોંધારા બન્યા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ભટાર હળપતિ વાસમાં 30 વર્ષીય વિજય રાઠોડ પત્ની અને 2 સંતાન સાથે રહેતા હતા ને સંચા ખાતામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.

જો કે છેલ્લા એક અઠવાડિયાથી કામ બંધ થવાને કારણે તેઓ કામની શોધમાં હતા પણ 10 જાન્યુઆરીએ રાત્રે પરિવાર સુઈ ગયો ત્યારે તેમણે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું. આ અંગે તેમની પત્નીએ જણાવ્યું કે, તેમના પતિ સંચા ખાતામાં નોકરી કરતા હતા અને ઘરનું ગુજરાન ચલાવતા હતા. પણ ગઈકાલે રાત્રે પરિવારના સભ્યો જમીને સુઈ ગયા ત્યારબાદ દીકરી મોબાઈલ ફોન જોતી હતી, ત્યારે મોબાઈલ ફોન મુકવા રૂમમાં ગઇ ત્યારે વિજય ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા.

આ પછી દીકરીએ તાત્કાલિક જાણ કારી અને પછી પોલીસને જાણ કરાઇ. દિવાળી પછી સંચા ખાતામાં હડતાલ પડતા કામ બંધ થઈ ગયું હતું જેથી કામની ચિંતા કરતા હતા. રોજે કામ શોધવા માટે જતા પણ કામ ન મળતા બેકારીના કારણે અને ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તે ટેન્શનમાં તેમણે આપઘાત કરી લીધો.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Previous Article

'એટલો ભયાનક નજારો કે... લાગે પરમાણુ હુમલો થયો હોય', લોસ એન્જલસમાં આગનું તાંડવ, 11નાં મોત

Next Article

શ્રદ્ધા જેવો હત્યાકાંડ ! લિવ ઇન પાર્ટનરની કરી હત્યા....10 મહિના ફ્રિજમાં રહી પિંકીની લાશ, વીજળી ગુમ થવા પર ખુલ્યો રાઝ

error: Protected Content!
Exit mobile version