ગૌતમ ગંભીર અને શ્રીસંતના ઝઘડાનો નવો વીડિયો, સ્ટંપ માઇકમાં સાંભળવા મળી આ વાત

ગંભીરે શ્રીસંતને શું કહ્યુ હતુ ? સ્ટંપ માઇક રેકોર્ડિંગથી ખબર પડી ગઇ

લેજેન્ડ્સ ક્રિકેટર લીગ…ઇન્ડિયા કેપિટલ્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે થયેલ મેચ વિવાદોનો ભાગ બની રહી હતી. પૂર્વ ભારતીય ખેલાડીઓ એસ શ્રીસંત અને ગૌતમ ગંભીર વચ્ચે કહાસુની થઇ ગઇ હતી, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. શ્રીસંતે આરોપ લગાવ્યો હતો કે ગંભીર તેને વારંવાર ફિક્સર કહી રહ્યો હતો. પછી ગંભીર તરફથી એક ફોટો અપલોડ કરવામાં આવ્યો અને શ્રીસંતે ફરી જવાબ આપ્યો. ત્યારે હવે સ્ટંપ્સ માઇકનું રેકોર્ડિંગ સામે આવ્યુ છે.

ગંભીર-શ્રીસંત વિવાદ

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, આ રેકોર્ડિંગમાં ગંભીરનો અવાજ સ્પષ્ટ સાંભળવા તો નથી મળી રહ્યો પણ શ્રીસંતને એ ફરિયાદ કહેતા સાંભળી શકાય છે કે ગંભીર તેને ફિક્સર કહી રહ્યો છે. શ્રીસંત કહી રહ્યો છે- “તે મને ફિક્સર કેવી રીતે કહી શકે?” અગાઉ શ્રીસંતે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ લાઇવમાં તેણે કહ્યું, “ગૌતમ ગંભીર મને ફિક્સર-ફિક્સર કહેતો રહ્યો. અમ્પાયરની સામે પણ તે તેને ફિક્સર કહેતો રહ્યો. હું સ્થળ છોડ્યા પછી પણ તેણે આ જ શબ્દ વાપરવાનું ચાલુ રાખ્યું.

સ્ટંપ માઇક રેકોર્ડિંગનો વીડિયો આવ્યો સામે

જ્યારે મેં તેમની સામે એક પણ ખરાબ શબ્દનો ઉપયોગ કર્યો નથી. તે ઘણા લોકો સાથે આવું જ કરી રહ્યો છે.” શ્રીસંતે એમ પણ કહ્યું કે ગૌતમ ગંભીર પાસે ઘણા પૈસા છે અને તેનો PR પણ ઘણો મજબૂત છે. આવી સ્થિતિમાં ગંભીર તેની વિરુદ્ધ પોતાના PRનો દુરુપયોગ કરી શકે છે. અહીં જ્યારે મામલો વધી ગયો તો લિજેન્ડ્સ લીગ ક્રિકેટે એક્શન લીધું. શ્રીસંતને નોટિસ મોકલવામાં આવી. એલએલસી કમિશનર દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે શ્રીસંતે લીગના કરારનું ઉલ્લંઘન કર્યું છે.

“તે મને ફિક્સર કેવી રીતે કહી શકે?” : શ્રીસંત

કમિશનર વતી એવું કહેવામાં આવ્યું છે કે આ મુદ્દા પર શ્રીસંત સાથે ત્યારે જ ચર્ચા કરવામાં આવશે જ્યારે તે સોશિયલ મીડિયા પરથી અન્ય ખેલાડીઓની ટીકા કરતા વીડિયો હટાવશે. આ મુદ્દે અમ્પાયરોનો રિપોર્ટ ઘટના દરમિયાન મેદાન પર બોલાયેલા શબ્દો વિશે કંઈ કહેતો નથી – આ નોટિસમાં પણ લખવામાં આવ્યું છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એલએલસી રમતની ભાવના જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે અને કોડ ઓફ કંડક્ટના ઉલ્લંઘનની આંતરિક તપાસ કરશે. આચારસંહિતામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે લીગ અને રમતની ભાવનાને ઠેસ પહોંચાડનારા ખેલાડીઓ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. અમે અમારું વલણ સ્પષ્ટ રાખીએ છીએ અને રમતને લાખો ચાહકો સુધી લઈ જવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.

Previous Article

અભિષેક-એશ્વર્યાના છૂટાછેડાની ખબરો વચ્ચે અમિતાભ બચ્ચને ઉઠાવ્યુ મોટુ પગલુ, વહુરાણી એશ્વર્યાને કરી ઇન્સ્ટા પર અનફોલો

Next Article

9 વર્ષ મોટા BF સાથે ટીવીની નાગિન તેજસ્વી પ્રકાશનું લિપ લોક, GFને જોતા જ લાઇવ ટીવી પર બેકાબૂ થયો કરણ કુંદ્રા

error: Protected Content!
Exit mobile version