“તમારો ગુસ્સો હવે બીજે જઈને ઠાલવો…” સોનાક્ષી સિંહાએ ઝહીર ઇકબાલ સાથે લગ્ન બાદ પોસ્ટ શેર કરી કરી દીધું એવું કામ કે… જુઓ

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Source: “લગ્ન થતાં જ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે કરી દીધી સ્પષ્ટતા- ‘તમારો ગુસ્સો બીજે કાઢો અમારે…’
લગ્ન થતાં જ સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે કરી દીધી સ્પષ્ટતા, “ક્યાંક બીજે કાઢો તમારી ભડાશ, નથી જોઈતી તમારી નફરત

Sonakshi’s post with wedding pictures : સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે કોર્ટ મેરેજ કર્યા છે, જે બાદ બંનેએ ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર પોસ્ટ શેર કરીને તેમના લગ્નની જાહેરાત કરી છે. આ ખાસ દિવસની કેટલીક સુંદર તસવીરો પણ શેર કરવામાં આવી છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ફેન્સ અને સેલેબ્સ આના પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. આ પહેલા અભિનેત્રીના પિતા અને દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિંહાએ પણ મીડિયા સાથે વાત કરતા દીકરી અને જમાઈને આશીર્વાદ આપ્યા હતા.

અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ ઈન્સ્ટાગ્રામ પર પતિ ઝહીર ઈકબાલ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં પહેલા ફોટોમાં વરરાજા તેની દુલ્હનના હાથને કિસ કરતો જોવા મળે છે. બીજા ફોટામાં ઝહીર ઈકબાલ લગ્નના કાગળો પર સહી કરતો જોવા મળે છે. સોનાક્ષી તેના પિતા શત્રુઘ્ન સિન્હાનો હાથ પકડીને હસતી જોઈ શકાય છે. ત્રીજા ફોટામાં કપલ રોમેન્ટિક પોઝ આપતા જોવા મળે છે. તેના લુકની વાત કરીએ તો અભિનેત્રી સોનાક્ષી સિન્હાએ તેના લગ્ન માટે સુંદર ક્રીમ રંગની સાડી પસંદ કરી છે. જ્યારે વાળમાં સિમ્પલ જ્વેલરીની સાથે સફેદ ફૂલ પણ જોવા નળ્ય. જ્યારે ઝહીર સફેદ રંગના કુર્તા પાયજામામાં જોવા મળી રહ્યો છે.

આ પોસ્ટની સાથે, અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, સાત વર્ષ પહેલા (23.06.2017) આ દિવસે, અમે એકબીજાની આંખોમાં પ્રેમને તેના સૌથી શુદ્ધ સ્વરૂપમાં જોયો અને તેને પકડી રાખવાનું નક્કી કર્યું. આજે તે પ્રેમે તમામ પડકારો અને વિજયોમાંથી અમને માર્ગદર્શન આપ્યું છે…અને અમને આ ક્ષણ સુધી પહોંચાડ્યા છે…જ્યાં અમારા બંને પરિવારો અને અમારા બંને ભગવાનના આશીર્વાદથી…અમે હવે પતિ-પત્ની છીએ. અહીં હવેથી હંમેશ સુધી એકબીજા સાથે પ્રેમ, આશા અને બધી સુંદર વસ્તુઓ છે. સોનાક્ષી- ઝહીર 23.06.2024.

ખાસ વાત એ છે કે સોનાક્ષીએ આ તસવીરો અને લખાણ સાથે પોતાની પોસ્ટની કોમેન્ટ પણ ઓફ કરી દીધી છે, જેના કારણે મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવાને લઈએં કોઈ સોનાક્ષીને ટ્રોલ ના કરી શકે. એનાથી એ સ્પષ્ટ થાય છે કે સોનાક્ષી અને ઝહીર નથી ઇચ્છતા કે તેમના સંબંધો પર કોઈ ખરાબ કે કોઈ જતી વિષયક કોમેન્ટ કરે.

હવેથી રોજ રાશિફળ,જોક્સ-સુવિચાર,ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા → અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ગ્રુપમાં.

Niraj Patel
Exit mobile version