બોયફ્રેન્ડની હત્યા કરનાર યુવતિને કોર્ટે આપી એવી સજા કે સાંભળીને ધ્રુજી જશો, ટોનિકમાં ઝહેર ભેળવી લીધી હતો પ્રેમીનો જીવ- જાણો
કેરળની એક કોર્ટે સોમવારે એક મહિલાને 2022માં તેના પ્રેમીની હત્યા કરવાના આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારી છે. નેય્યાટ્ટિનકરા એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે આ કેસના ત્રીજા આરોપી અને મહિલાના સંબંધી નિર્મલકુમારન નાયરને પણ ત્રણ વર્ષની જેલની સજા ફટકારી. આરોપી યુવતિ ગ્રીષ્માએ પોતાની શૈક્ષણિક સિદ્ધિઓ, અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવા અને તે પોતાના માતા-પિતાની એકમાત્ર પુત્રી હોવાનો ઉલ્લેખ કરીને સજામાં ઉદારતા દાખવવાની વિનંતી કરી હતી.
કોર્ટે પોતાના 586 પાનાના ચુકાદામાં કહ્યું કે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા દોષિતની ઉંમર ધ્યાનમાં લેવાની કોઈ જરૂર નથી. ગ્રીષ્માને તિરુવનંતપુરમ જિલ્લાના પરસાલાના વતની શેરોન રાજની હત્યા બદલ સજા ફટકારવામાં આવી છે. ચાલો જાણીએ શું છે આખો મામલો. 14 ઓક્ટોબર 2022ના રોજ, કેરળની રાજધાની તિરુવનંતપુરમની એક સ્થાનિક કોર્ટે ગ્રીષ્મા નામની એક યુવતીને તેના પ્રેમી શેરોન રાજને આયુર્વેદિક દવામાં ઝેરી રસાયણો ભેળવીને ઝેર આપવા બદલ દોષિત ઠેરવી હતી.
11 દિવસ સુધી જીવન મરણ વચ્ચે ઝઝૂમ્યા બાદ 25 ઓક્ટોબર, 2022ના રોજ શેરોનનું મોત થયું હતુ. આ કેસના બીજા આરોપી ગ્રીષ્માની માતાને નિર્દોષ જાહેર કરવામાં આવી હતી, જ્યારે તેના કાકાને દોષી ઠેરવવામાં આવ્યા હતા. વોટ્સએપ મેસેજથી જાણવા મળ્યું હતું કે તે ભવિષ્યવાણીમાં વિશ્વાસ કરતી હતી, જેને શેરોન કથિત રીતે ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સંબંધીઓનો દાવો છે કે તેણે વેટ્ટુકાડુ ચર્ચમાં ગ્રીષ્મા સાથે લગ્ન કર્યા હતા.
શેરોન રાજના પરિવારે શરૂઆતમાં પરસાલા પોલીસ પર તપાસને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો, જ્યારે તેમનું કહેવુ હતું કે તે પૂર્વ-નિયોજિત હત્યા હતી. આ મામલે વધુ એક નાટકીય મોડ ત્યારે આવ્યો જ્યારે પોલીસ કસ્ટડીમાં ગ્રીષ્માએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. જો કે પોલીસના હસ્તક્ષેપને કારણે તેનો જીવ બચી ગયો. આત્મહત્યાના પ્રયાસ બદલ તેની સામે એક અલગ કેસ નોંધવામાં આવ્યો હતો. તિરુવનંતપુરમના ઉપનગર પરસાલાના રહેવાસી શેરોન રાજનું 25 ઓક્ટોબર 2022ના રોજ આંતરિક અંગોના કામ ન કરવાના કારણે મોત થયુ હતુ.
મોતની તપાસમાં ઝેર આપવાનો ગુનો બહાર આવ્યો. ગ્રીષ્મા શેરોન સાથે સંબંધમાં હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગ્રીષ્માએ તેમના સંબંધનો અંત લાવવાનો ઇનકાર કર્યા પછી તેને ઝેર આપ્યું હતું. ગ્રીષ્માએ 14 ઓક્ટોબરના રોજ શેરોનને તમિલનાડુના કન્યાકુમારી જિલ્લાના રામવર્મનચિરાઈમાં શેરોનને ફોસલાવી ઘરે બોલાવ્યો અને ઝહેર આપ્યું. ગ્રીષ્માએ તેનાથી છૂટકારો મેળવવા માટે આ કર્યું કારણ કે ગ્રીષ્માના માતા-પિતાએ તેના લગ્ન બીજા કોઈ સાથે ગોઠવી દીધા હતા.
