જ્યોતિષીય ગણતરી મુજબ શનિદેવ 27 જુલાઈ 2026 ના રોજ મીન રાશિમાં વક્રી એટલે કે ઉલટી ચાલ શરૂ કરવા જઈ રહ્યા છે, જે 11 ડિસેમ્બર 2026 સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને મેષ, કુંભ અને મીન રાશિના જાતકોએ જીવનના દરેક ક્ષેત્રમાં વિશેષ સાવધાની રાખવી પડશે. મેષ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં તણાવ, કુંભ રાશિના જાતકોને આર્થિક નુકસાન અને મીન રાશિના જાતકોને માનસિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જોકે, ધૈર્ય, શિસ્ત અને યોગ્ય ઉપાયો દ્વારા આ નકારાત્મક અસરોને ઓછી કરી શકાય છે. શનિદેવની કૃપા મેળવવા માટે દર શનિવારે “ૐ શં શનૈશ્ચરાય નમઃ” મંત્રની ૩ માળાનો જાપ કરો અને પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવી ૭ પરિક્રમા કરો.
મેષ રાશિ (Aries) :
મેષ રાશિના જાતકો પર હાલ શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, જેના કારણે શનિની વક્રી ચાલ તેમના માટે કાર્યક્ષેત્રમાં મોટી અડચણો લાવી શકે છે. આ સમયગાળા દરમિયાન ઓફિસ કે બિઝનેસમાં કામનું દબાણ અચાનક વધી જવાથી તમે માનસિક તણાવનો અનુભવ કરી શકો છો. સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદો થવાની પૂરેપૂરી સંભાવના છે, તેથી વાણી પર સંયમ રાખવો અને વિવાદોથી દૂર રહેવું અત્યંત હિતાવહ રહેશે.
કુંભ રાશિ (Aquarius) :
કુંભ રાશિના જાતકો પર શનિની સાડાસાતીનો ત્રીજો અને અંતિમ તબક્કો ચાલી રહ્યો છે. શનિની ઉલટી ચાલ દરમિયાન આ રાશિના લોકોએ કોઈપણ પ્રકારના આર્થિક નિર્ણયો લેવામાં ઉતાવળ કરવી નહીં, કારણ કે ઉતાવળમાં લેવાયેલો એક નાનો નિર્ણય પણ મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે. આ સમય દરમિયાન કોઈ મોટું રોકાણ કે જોખમી સોદાઓ ટાળવા જોઈએ અને પોતાના બિનજરૂરી ખર્ચાઓ પર કડક નિયંત્રણ રાખવું જરૂરી છે.
મીન રાશિ (Pisces) :
મીન રાશિના જાતકો પર અત્યારે સાડાસાતીનો બીજો તબક્કો ચાલી રહ્યો છે, જેને જ્યોતિષશાસ્ત્રમાં સૌથી વધુ પડકારજનક માનવામાં આવે છે. શનિ વક્રી થવાને કારણે તમે લાંબા સમયથી જે કાર્યો પાછળ મહેનત કરી રહ્યા છો, તેમાં અપેક્ષિત સફળતા મળવામાં વિલંબ થઈ શકે છે. આ આખીય સ્થિતિ તમારા માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે અને તણાવ વધારી શકે છે, તેથી ધૈર્ય અને નિયમિત પૂજા-પાઠનો સહારો લેવો જ શ્રેષ્ઠ માર્ગ છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
