જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગ્રહોની ચાલમાં જ્યારે પણ કોઈ વિશેષ કોણીય સ્થિતિ સર્જાય છે, ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડતી હોય છે. આવો જ એક પ્રભાવશાળી યોગ એટલે ‘સપ્તાંક યોગ’. જ્યારે રાશિચક્રના 360 ડિગ્રીને સાત સમાન ભાગોમાં વિભાજિત કરવામાં આવે ત્યારે લગભગ 51.26 ડિગ્રીનો કોણ બને છે, તેને સપ્તાંક યોગ કહેવાય છે. આ વર્ષે 24 એપ્રિલના રોજ શુક્ર અને શનિના સંયોગથી આ અત્યંત દુર્લભ યોગ રચાશે, જે 3 રાશિઓ માટે ભાગ્યોદય લાવશે.
વૃષભ રાશિ:
વૃષભ રાશિના જાતકો માટે આ સમયગાળો સુવર્ણ સાબિત થશે કારણ કે આ રાશિના સ્વામી શુક્ર છે. સપ્તાંક યોગના પ્રભાવથી તમને આકસ્મિક રીતે ક્યાંકથી મોટું ધન પ્રાપ્ત થઈ શકે છે. જો તમારા નાણાં ક્યાંક લાંબા સમયથી ફસાયેલા હોય, તો તે પરત મળવાની પ્રબળ શક્યતા છે. નોકરીમાં તમારી મહેનતની કદર થશે અને પદ ઉન્નતિ સાથે નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે, જે ભવિષ્યમાં આર્થિક મજબૂતી આપશે.
તુલા રાશિ:
તુલા રાશિના જાતકો માટે કિસ્મતનો પૂરેપૂરો સાથ મળશે. આ દરમિયાન આવકના નવા સ્ત્રોત ઉભા થશે જે તમારા બેંક બેલેન્સમાં વધારો કરશે. જે લોકો પોતાનો વેપાર કરી રહ્યા છે, તેમને વિસ્તરણની નવી તકો સાંપડશે. સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠા વધશે અને કોઈ અટકેલો જૂનો પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થતા મન પ્રસન્ન રહેશે. ઘરમાં માંગલિક પ્રસંગોના પણ યોગ બની રહ્યા છે.
મકર રાશિ:
મકર રાશિના જાતકો માટે આ યોગ મહેનતનું મીઠું ફળ આપનારો રહેશે. શનિ અને શુક્રના આશીર્વાદથી તમારી આર્થિક યોજનાઓ સફળ થશે. કરિયરમાં વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓનો પૂરો સહયોગ મળશે, જેનાથી પ્રોફેશનલ લાઈફમાં સ્થિરતા આવશે. આત્મવિશ્વાસમાં વધારો થવાને કારણે તમે નવા પડકારો ઝીલવા તૈયાર રહેશો. લાંબા ગાળે આ સમયગાળો તમારી આર્થિક અને માનસિક સુખ-શાંતિમાં વધારો કરનાર સાબિત થશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
