ભારતમાં નાની એવી ચપ્પલ રીપેર કરવાની દુકાન ચાલવતા મોચીની ઈમાનદારી તો જુઓ, વિદેશી યુવતીનું ચપ્પલ તૂટ્યું તો રીપેર કરવાના લીધા ફક્ત 10 રૂપિયા, વીડિયોએ જીત્યા દિલ
Russian Woman Went To Mumbai : વિદેશથી ભારતમાં ફરવા માટે ઘણા લોકો આવતા હોય છે અને ભારતની સંસ્કૃતિ અને પરંપરાને દુનિયાને બતાવતા હોય છે. સામાન્ય લોકો સાથે ભારત એક્સપ્લોર કરવા ઘણા ઈનફ્લુએન્સર પણ આવતા હોય છે. ત્યારે એવી જ એક રશિયન ઈનફ્લુએન્સર મારિયા ચુગુરોવા જે હાલમાં ભારતમાં છે. મારિયા તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભારત સંબંધિત ક્લિપ્સ અને અનુભવો શેર કરતી રહે છે. તાજેતરમાં, જ્યારે મુંબઈમાં મારિયા ચુગુરોવાનું ચંપલ તૂટી ગયું, ત્યારે તે તેને રિપેર કરાવવા માટે એક મોચી પાસે ગઈ. પણ મોચી સાથે વાત કરીને મારિયા સ્તબ્ધ થઈ ગઈ.
મારિયાએ વિકાસ નામના મોચી સાથેની વાતચીતનો વીડિયો તેના હેન્ડલ @mariechug પર શેર કર્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોશો કે મારિયા ચુગુરોવા મોચીને તેનું નામ પૂછે છે. તે પોતાનું નામ વિકાસ જણાવે છે. મોચી તેને પૂછે છે કે તે કયા દેશની છે. આગળ મારિયા તેને પૂછે છે કે તે કેટલા વર્ષથી અહીં કામ કરે છે? શું તેમને તેમનુ કામ ગમે છે કે નહીં?
મારિયા આગળ જણાવે છે કે તેમના દેશમાં આવી કોઈ સુવિધા નથી. જો તમારા ચપ્પલ તૂટી જાય તો તમારે તેને પહેરીને ચાલવું પડશે. આગળ તે પૂછે છે કે ચપ્પલ સરખા કરવાના કેટલા પૈસા થયા? મોચી તમામ પ્રશ્નોના જવાબ અંગ્રેજીમાં આપે છે. વિકાસનું અસ્ખલિત અંગ્રેજી જોઈને તે દંગ રહી જાય છે. આટલું જ નહીં, વિદેશી મહિલાને જોઈને તે વધારે પૈસા પણ લેતો નથી અને માત્ર 10 રૂપિયા માંગે છે.
યુઝર્સ પણ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તેને અત્યાર સુધીમાં 48 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 74 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. વપરાશકર્તાઓ આ મોચી અને રશિયન ઈનફ્લુએન્સર પર પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા યુઝર્સે પણ મોચીના ખૂબ વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું છે “તેમણે માત્ર 10 રૂપિયા લીધા અને તેને લૂંટી નહીં. ખૂબ આદર.
