સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ, પતિ અધ્યક્ષ…તો પણ આ ઇન્ફ્લુએન્સરે પસંદ કર્યો મોતનો રસ્તો ! રહસ્યમયી મોત પર ઉઠી..

ગુજરાતના આણંદમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રિદ્ધિ સુથારની આત્મહત્યાએ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે. રિદ્ધિના પતિ રૂષિન પટેલ, જે બોરિયાવી નગરપાલિકાના કાર્યકારી અધ્યક્ષ છે, તેમની રાજકીય ઓળખ પણ આ ઘટનાને વધુ ચર્ચામાં મૂકી રહી છે. રિદ્ધિનો મૃતદેહ ખેડાના કણજરી ગામ નજીકની કેનાલમાંથી મળી આવ્યો હતો. તેણે નહેરમાં કૂદીને આત્મહત્યા કરી હોવાનું કહેવાઇ રહ્યુ છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.

આત્મહત્યાના સમાચાર મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ મોકલી આપ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે રિદ્ધિએ કોઈ સુસાઈડ નોટ છોડી છે કે નહીં. તેની આત્મહત્યા અંગે ઘણી વાતો બહાર આવી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી. રિદ્ધિ સુથાર એક જાણીતી મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતી, જેના સોશિયલ મીડિયા પર હજારો ફોલોઅર્સ છે.

ઇન્સ્ટાગ્રામ સહિત ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના હજારો ફોલોઅર્સ હતા. તેણે રીલ્સ અને ફોટા શેર કરીને સતત પોતાની હાજરી જાળવી રાખી હતી. તેમની લોકપ્રિયતા અને ગ્લેમરસ જીવનશૈલી જોઈને કોઈએ કલ્પના પણ નહોતી કરી કે તે કોઈ માનસિક તણાવમાંથી પસાર થતી હશે. રિદ્ધિએ ચારેક વર્ષ પહેલા તેણે રૂષિન પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. રૂષિન પટેલે તાજેતરમાં જ બોરિયાવી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ભાજપના સમર્થનથી જીતીને કાર્યકારી પ્રમુખનું પદ સંભાળ્યું હતું.

આ કારણે ઘણા લોકો આ ઘટનાને રાજકારણ સાથે જોડી રહ્યા છે. એવી પણ ચર્ચા છે કે પોલીસ તેના પતિની પૂછપરછ કરી શકે છે. જો કે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. 20Kથી વધારે ફોલોઅર્સ ધરાવતી રિદ્ધિ સોશિયલ મીડિયા પર એક્ટિવ વીડિયો ક્રિએટર હતી. એવું કહેવાય છે કે રિદ્ધિને દોઢ વર્ષનું બાળક છે, ત્યારે આ દુખદ ઘટના બાદ તેના ફોલોઅર્સ અને પરિવારજનો આઘાતમાં છે.

Previous Article

ફોટોશૂટને યાદગાર બનાવવાના ચક્કરમાં કપલ જોડે થયો અકસ્માત, કલર બોમથી બળી દુલ્હન- જુઓ વીડિયો

Next Article

આમિર ખાનની નવી ગર્લફ્રેન્ડ ગૌરીથી ખૂબ જ ઇમ્પ્રેસ છે પરિવાર, એક્ટરની બહેને વખાણ કરતા કહ્યુ- બંને સાથે ખુશ રહે તેવા આર્શીવાદ

error: Protected Content!
Exit mobile version