જો જો ધક્કે ન ચઢતા..આરબીઆઈએ અમદાવાદની આ બેન્કનું લાઈસન્સ કરી દીધું રદ, જાણો ગ્રાહકોના પૈસાનું શું

આરબીઆઈ એક્શનમાં,ભારતીય રિઝર્વ બેંકે અમદાવાદની કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ કર્યું છે. શું તમારું આ બેન્કમાં ખાતું નથીને અને હોય તો હવે આ ગ્રાહકોના પૈસાનું શું ? કેમ લાઈસન્સ રદ કરવામાં આવ્યું જાણો વધુ..

RBIએ કારણ જણાવતા કહ્યું કે, કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક પાસે ન તો પૂરતી મૂડી હતી અને ન તો તેની પાસે કમાણીની કોઈ સંભાવના હતી. આ ઉપરાંત આ બેંક બેંકિંગ રેગ્યુલેશન એક્ટ હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવામાં પણ નિષ્ફળ નીવડી છે, જેના લીધે આ મોટું પગલું ભરવું પડ્યું છે.

ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદનમાં કહ્યું હતું કે, ગુજરાત સહકારી મંડળીઓના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવાનો આદેશ જાહેર કરવા અને બેંક માટે લિક્વિડેટરની નિમણૂક કરવા વિનંતી કરવામાં આવી છે.કલર મર્ચન્ટ્સ કો-ઓપરેટિવ બેંક દ્વારા કામગીરી ચાલુ રાખવી ગ્રાહકોના હિત માટે હાનિકારક છે. તેની વર્તમાન નાણાકીય સ્થિતિને કારણે બેંક તેના ગ્રાહકોને સંપૂર્ણ રકમ ચૂકવી શકશે નહીં.વધુમાં કહ્યું કે જો બેંકને તેનો બેંકિંગ વ્યવસાય આગળ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે, તો તેની ગ્રાહકો પર પ્રતિકૂળ અસર પડશે. બેંકિંગ વ્યવસાયમાં અન્ય બાબતોની સાથે રોકડ જમા કરાવવા અને થાપણોની ચુકવણીનો સમાવેશ થાય છે.

લિક્વિડેશન પર દરેક થાપણદાર ડિપોઝિટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી ફક્ત 5 લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા સુધીની તેમની થાપણો પર વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર રહેશે. રિઝર્વ બેંકે વધુમાં જણાવ્યું હતું કે, સહકારી બેંક દ્વારા સબમિટ કરાયેલા ડેટા મુજબ લગભગ 98.51 ટકા ગ્રાહકો DICGC પાસેથી તેમની થાપણોની સંપૂર્ણ રકમ મેળવવા માટે હકદાર છે. 31 માર્ચ, 2024 સુધીમાં DICGC એ બેંકના ગ્રાહકોને 13.94 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે.

બેંક દરેક મોરચે રહી નિષ્ફળ- તમને જણાવી દઈએ કે લાઈસન્સ રદ કરવા પાછળ કારણ જણાવતા રિઝર્વ બેંકે કહ્યું કે, બેંકની પાસે પર્યાપ્ત મૂડી અને કમાણીની શક્યતા નથી. સહકારી બેંક બેંકિંગ વિનિયમન અધિનિયમ હેઠળ કેટલાક આવશ્યકતાઓનું પાલન કરવામાં ફેલ રહી છે. RBI કહ્યું, “બેંકનું ચાલુ રાખવું થાપણદારોના હિત માટે હાનિકારક છે. તેની વર્તમાન નાણાકીય સ્થિતિને કારણે બેંક તેના થાપણદારોને સંપૂર્ણ ચુકવણી કરી શકશે નહીં.” રિઝર્વ બેંકે એ પણ કહ્યું કે, જો બેંકને તેનો બેંકિંગ કારોબાર આગળ યથાવત રાખવાની પરવાનગી આપવામાં આવે, તો તેનાથી જનહિત પર પ્રતિકૂળ પ્રભાવ પડશે.

Previous Article

ટીવીની સીધી સંસ્કારી હિરોઈને બિકિનીમાં દેખાડ્યું ભરાવદાર મોટું ફિગર, જોઈને બેહોશ થઇ જશો, જુઓ તસવીરો

Next Article

BREAKING: રાજકોટ બસ અકસ્માતના સિટી બસની અંદરના CCTV ફૂટેજ આવ્યા સામે, હચમચાવી નાખે દ્રશ્યો

error: Protected Content!
Exit mobile version