જાહ્નવી કપૂરે લીક કર્યો રાજકુમાર રાવનો ‘ગજગામિની વોક’નો વીડિયો- ઇન્ટરનેટ પર મચી ગયો હંગામો

રાજકુમાર રાવની ગજગામિની વાળી ચાલ જોઇ તમે પણ હસી હસીને થઇ જશો લોથપોથ, જાહ્નવીએ બતાવ્યુ એક્ટરે કેવી રીતે કરી અદિતિ રાવની નકલ

રાજકુમાર રાવે ચાલી ‘ગજગામિની ચાલ’, જાહ્નવી કપૂરે શેર કર્યો વીડિયો- ચાહકોની નથી રોકાઇ રહી હસી

તાજેતરમાં જ સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ ‘હીરામંડી’માંથી અદિતિ રાવ હૈદરીની ‘ગજગામિની’ ચાલ ખૂબ ફેમસ થઈ હતી. અદિતિ રાવના ‘ગજગામિની’ વોક એ તો લોકોને ખૂબ જ પ્રભાવિત કર્યા છે. આ પછીથી સોશિયલ મીડિયા પર યુઝર્સે ‘ગજગામિની વોક’ સાથેના વીડિયો પોતાની સ્ટાઇલમાં શેર કર્યા હતા. હવે આ સીરીઝમાં એક્ટર રાજકુમાર રાવનું નામ પણ સામેલ થઈ ગયું છે.

રાજકુમાર રાવે પોતાની સ્ટાઈલમાં ‘ગજગામિની’ ચાલ ચાલી, જેનો વીડિયો જાહ્નવી કપૂરે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જાહ્નવી અને રાજકુમાર રાવ હાલમાં તેમની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ને લઇને ચર્ચામાં છે. ત્યારે જાહ્નવીએ BTS વીડિયો શેર કર્યો છે, જેમાં જાહ્નવી ક્રિકેટની પીચ પર હાથમાં બેટ પકડેલી અને રાજકુમાર રાવ પ્રેક્ટિસ પીચ પર મટક-મટક કરતો રમુજી શૈલીમાં જોઈ શકાય છે.

આ વીડિયોમાં રાજકુમાર રાવ બેટિંગ પેડ્સ અને ક્રિકેટિંગ ગિયર પહેરીને તેની કો-સ્ટાર જાહ્નવી કપૂરની ચાલની નકલ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ જ વિડિયો શેર કરતી વખતે જાહ્નવી કપૂરે કેપ્શન આપ્યું, “અમારી પોતાની ગજગામિની ચાલ.” એ બધા ક્રિકેટ પેડ્સની આદત પડવા માટે એક મિનિટ લાગી, પણ ખુશી છે કે હું તમારું મનોરંજન કરી શક્યો, મિસ્ટર માહી.”

ચાહકો પણ વીડિયો જોયા બાદ ફની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ અદિતિ રાવ હૈદરીની ‘હીરામંડી’ની ‘ગજગામિની ચાલ’ ઘણી લોકપ્રિય બની છે. ફિલ્મની વાત કરીએ તો, રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ છે. ફિલ્મનું ટ્રેલર અને બે ગીતો રિલીઝ થઈ ગયા છે, જેણે ચાહકોનું દિલ જીતી લીધુ છે.

Previous Article

બાલ્કનીમાં ઉભા હતા રોહિત શર્મા અને રિષભ પંત, કેમેરામેન ફોટો ક્લિક કરવા ગયો અને રોહિતે એવું કહ્યું કે... વાયરલ થઇ ગયો વીડિયો

Next Article

શું હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક લેવાના છે છૂટાછેડા ? બંને વચ્ચે આખરે એવું તો શું થયુ- જાણો વિગતવાર

error: Protected Content!
Exit mobile version