રાજકોટ TRP ગોમ ઝોનમાં કેવી રીતે ભડકી આગ ? સામે આવ્યો CCTV વીડિયો, એક ચિંગારીએ લીધો 28 લોકોનો જીવ

રાજકોટના TRP ગેમ ઝોનમાં 25 મેના રોજ સાંજે લાગેલ ભીષણ આગના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ગેમ ઝોનના એક ભાગમાં સાંજે 5.33 વાગ્યે વેલ્ડીંગનું કામ થતું જોવા મળે છે. આમાંથી નીકળતી ચિનગારી થોડા જ સમયમાં મોટુ રૂપ ધારણ કરી લે છે. જો કે, ત્યાં હાજર કર્મચારીઓએ તે ચિંગારીને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ માત્ર 2 મિનિટમાં જ તેણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે આખો ગેમ ઝોન આગની ઝપેટમાં આવી ગયો.

આ દુર્ઘટનામાં 25થી વધુ લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે 12 બાળકો સહિત 28 લોકોના મોત થયા છે. પોલીસે ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી, ભાગીદાર પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ અને મેનેજર નીતિન જૈનને કસ્ટડીમાં લીધા છે. અકસ્માત બાદ ચારેય જણાએ પોતાના ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર બ્રિગેડની લગભગ 8 જેટલી ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. વેલ્ડીંગ દરમિયાન નીકળેલી ચિંગારી પ્લાસ્ટિકના ઢગલામાં લાગી અને આ પછી તે આગમાં ફેરવાઈ ગઈ. 2 મિનિટમાં જ ચિંગારીએ આગનું સ્વરૂપ ધારણ કર્યુ અને ગેમ ઝોનને લપેટમાં લીધું. જો કે ઘટનાસ્થળે હાજર લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો પણ તેઓ નિષ્ફળ રહ્યા.

આ આગની ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને સ્વત: સંજ્ઞાન લીધું છે, જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સાથે જ મૃતદેહોનો ડીએનએ ટેસ્ટ વહેલી તકે પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે. હાઈકોર્ટે કહ્યું કે આ સમાચાર વાંચીને અમે ચોંકી ગયા છીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ મામલે કડક કાર્યવાહીનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે RNB વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયર અને એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા છે.

આ ઉપરાંત રાજકોટ પોલીસના બે સિનિયર પીઆઈને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે એટલે કે 26 મેની સમીક્ષા બેઠક બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંધવીએ કાર્યવાહી કરી છે.

Shah Jina
Exit mobile version