“જામીન મંજૂર થયા તો એકેય ને નહીં છોડું…” અગ્નિકાંડમાં પરિવારના 5 લોકો ગુમાવનાર વ્યક્તિની વેદના- હજુ પણ 5 લાપતા

અગ્નિકાંડમાં જો જામીન મંજૂર થયા તો એકેયને જીવતા નહિ છોડું, બાપની વેદના : હુ બધાને મારી નાખીશ,  જુઓ વીડિયો

ગત શનિવારના રોજ સાંજે સર્જાયેલ આગ દુર્ઘટનાએ માત્ર રાજકોટ જ નહિ પણ સમગ્ર ગુજરાત હચમચી ગયુ. ત્યારે આ અગ્નિકાંડમાં એક જ પરિવારના 5 લોકો હજુ પણ લાપતા છે. એક પરિવારના 10 લોકો ગેમઝોનમાં ગયા હતા અને તેમાંથી વિરેન્દ્રસિંહ જાડેજા સહિત 5 લોકો હજી લાપતા છે. ત્યારે 5 લોકો લાપતા હોવાને કારણે આખો પરિવાર ગમગીન છે.

આ ઘટનાથી વ્યથિત પરિવારના એક સદસ્યએ ગુસ્સામાં આવીને કહ્યું કે દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ. જો જામીન મંજુર થાય તો હું તેમને મારી નાંખીશ. વિરેન્દ્રસિંહના સાઢુભાઇ પ્રદિપસિંહે ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેવી અપીલ કરી છે. તેમણે કહ્યુ કે- અમારા પરિવારના 10 લોકો ગેમઝોનમાં ગયા હતા અને 5 લાપતા છે. કોઈની ઓળખ થઈ શકી નથી. દોષિતોને કડકમાં કડક સજા થવી જોઈએ.

જો જામીન મંજુર થાય તો હું તેમને મારી નાંખીશ. આગળ તેઓએ કહ્યુ કે- મારી પાછળ કોઈ બચ્યું નથી. મારે જેલમાં જવું પડે તો પણ હું તૈયાર છું. મીડિયાએ જે રીતે લેવું હોઈ તે રીતે લેજો, ધમકી સમજો તો પણ મંજુર છે. વધુમાં તેમણે કહ્યુ- મારી માંગણી એ છે કે સરકારે આ લોકોને ફાંસીની સજા આપવી જોઇએ અથવા તો કોઈ એડવોકેટે તેમનો કેસ ન લડવો જોઇએ, ના હાઈકોર્ટમાં, ના સુપ્રીમ કોર્ટમાં. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે પણ ફી થતી હોય તેને 2 લાખ રૂપિયા આપવા તૈયાર છું.

મારે કોઈ સરકારી સહાય જોઈતી નથી. આ ઉપરાંત તેમણે મીડિયામે કહ્યુ- મીડિયાને જે રીતે છાપવુ એ છુટ છે, બાપની વેદના સમજીને છાપે તો પણ છૂટ છે. જો આ લોકો જામીન પર છુટ્યા તો હું એકેયને જીવતો નહિ છોડું. હવે મારો કોઈ પરિવાર ઓળખ નથી થઈ રહી, તેમ હું એમને ઓળખ નહિ થવા દઉં. આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી પણ આના માટે બધી તૈયારી છે.

રાજકોટ TRP ગોમ ઝોનમાં કેવી રીતે ભડકી આગ ? સામે આવ્યો CCTV વીડિયો, એક ચિંગારીએ લીધો 28 લોકોનો જીવ

Shah Jina
Exit mobile version