પેરિસ ઓલિમ્પિક ફાઇનલમાં ડિસક્વોલિફાઇ થનાર વિનેશ ફોગાટનું વજન વધવા પાછળ જવાબદાર કોણ ? પીટી ઉષાનું સામે આવ્યુ નિવેદન

‘વજનની જવાબદારી એથલીટ અને તેના કોચની…’, પીટી ઉષાએ કર્યો IOA મેડિકલ ટીમનો બચાવ

પીટી ઉષા બોલ્યા- વજન મેનેજમેન્ટની જવાબદારી એથલીટ અને તેના કોચની…મેડિકલ ટીમની નહિ, વિનેશ 100 ગ્રામ ઓવરવેટને કારણે ડિસ્ક્વોલિફાય થઇ

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટને 100 ગ્રામ વધારે વજનના કારણે પેરિસ ઓલિમ્પિક ફાઇનલમાંથી ડિસક્વોલિફાઇ કરવામાં આવી હતી, તેમનો કેસ હાલમાં CASમાં છે જેના પર આજે એટલે કે 13 ઓગસ્ટે ચુકાદો આપવામાં આવશે. આ પછી વિનેશે સોશિયલ મીડિયા પર ભાવનાત્મક પોસ્ટ શેર કરીને નિવૃત્તિની જાહેરાત કરી હતી.

વિનેશે 50 કિગ્રા ફ્રીસ્ટાઇલ કુશ્તીના ફાઇનલમાં એન્ટ્રી કરી સિલ્વર મેડલ પાક્કો કરી લીધો હતો, પણ મેડલ મેચના ઠીક પહેલા વિનેશ ફોગાટનું 100 ગ્રામ વજન વધારે હોવાને કારણે તેને ડિસ્ક્વોલિફાઇ કરી દેવામાં આવી. વિનેશ ફોગાટના ડિસક્વોલિફાય બાદ એક વર્ગ IOAની મેડિકલ ટીમ, ખાસ કરીને ડો દિનશો પારદીવાલા અને તેમની ટીમને નિશાન બનાવી રહ્યો છે અને લાપરવાહીનો આરોપ લગાવી રહ્યો છે.

જો કે, આ સમગ્ર વિવાદ પર ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ પીટી ઉષાએ કહ્યું કે- કુશ્તી, વેટલિફ્ટિંગ, બોક્સિંગ, જૂડો જેવી રમતોમાં વેઇટ મેનેજમેન્ટની જવાબદારી એથ્લેટની અને તેના કોચની હોય છે, ના IOAના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. દિનશા પારદીવાલા અને તેમની ટીમની. IOAની મેડિકલ ટીમ, ખાસ કરીને ડૉ. પારડીવાલા પ્રત્યે નફરત અસ્વીકાર્ય છે.’ પીટી ઉષાએ વધુમાં કહ્યું કે તે આશા રાખે છે કે લોકો કોઈપણ નિષ્કર્ષ પર પહોંચતા પહેલા તમામ તથ્યો પર વિચાર કરશે.

પેરિસ ઓલિમ્પિકમાં દરેક ભારતીય એથ્લેટ પાસે આ રીતની રમતમાં પોતાની સહાયતા ટીમ હતી, આ ટીમો ઘણા વર્ષોથી એથલીટ્સ સાથે કામ કરી છે. IOA એ થોડા મહિના પહેલા એક મેડિકલ ટીમની નિમણૂક કરી હતી, જે સ્પર્ધા દરમિયાન અને પછી એથ્લેટ્સની રિકવરી અને ઈજાના સંચાલનમાં મદદ કરશે. આ ટીમને એવા એથ્લેટ્સને મદદ કરવા માટે પણ બનાવવામાં આવી હતી કે જેમની પાસે ન્યુટ્રિશનિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટની પોતાની ટીમ નથી.

Previous Article

લગ્ઝરી કાર સાથે સેલ્ફી લઇ રહ્યો હતો દિવ્યાંગ વ્યક્તિ, માલિકે કર્યુ એવું કે લોકો થઇ રહ્યા છે ઇમોશનલ- જુઓ વીડિયો

Next Article

કરોડોના દેવામાં ડૂબેલો છે 'તારક મહેતા...'નો સોઢી, 34 દિવસથી નથી ખાધુ ખાવાનું, જણાવ્યુ અસલી દર્દ...

error: Protected Content!
Exit mobile version