FACT CHECK : શું સાચે મહિલા પ્રોફેસરે કર્યા વિદ્યાર્થી સાથે લગ્ન ? સામે આવી હેરાન કરી દેનારી વાત- જાણો હકિકત

પશ્ચિમ બંગાળના કોલકાતામાં મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના એપ્લાઇડ સાયકોલોજી વિભાગની પ્રમુખ પાયલ બેનર્જીના ક્લાસરૂમ લગ્ન આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યા છે. પાયલના લગ્ન સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા છે. લગ્નની ખાસ વાત એ છે કે પાયલનો વર એ તેના ક્લાસમાં અભ્યાસ કરતો ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છે. પ્રોફેસર મેડમ દુલ્હનના વેશમાં આવ્યા હતા અને ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીએ તેની માંગમાં સિંદૂર ભરી એકબીજાને માળા પણ પહેરાવી હતી. જો કે, આ મામલે પાયલનું કહેવુ છે કે આ ફ્રેશર્સ ડ્રામાનો એક ભાગ હતો, જેને જાણીજોઈને વાયરલ કરવામાં આવ્યો છે.

જો કે, યુનિવર્સિટીની તપાસ સમિતિએ આ દાવાને ફગાવી દીધો હતો ને કહ્યું કે, “આ કોઈ ડ્રામા કે પ્રોજેક્ટ નથી. પાયલે હવે આ મામલે ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. પાયલે આરોપ લગાવ્યો કે યુનિવર્સિટીની અંદરથી કોઈએ આ વીડિયો વાયરલ કર્યો છે. તેણે ફેસબુક પર લાઇવ કર્યું અને તેના પતિ સહિત તેના તમામ નજીકના લોકોનો આભાર માન્યો, જેઓ તેને પ્રથમ દિવસથી સમર્થન આપી રહ્યા છે. પાયલે તેના અંગત જીવન પર વીડિયોની અસર વિશે ખુલીને વાત કરી હતી.

તેણે કહ્યું, ઘણા વીડિયો અપલોડ થતા સાંભળ્યા છે. લોકો વીડિયોમાં સકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. જો કે, આ મારા માટે ખૂબ જ આશ્ચર્યજનક છે, કારણ કે આ એક નાટકની ક્લિપ છે, જેને કેટલાક લોકો સાચી માની રહ્યા છે. પાયલનો દાવો છે કે તેના વિભાગના આવા ઘણા વીડિયો છે, જેમાં વિદ્યાર્થીઓ નાચતા અને ગાતા જોવા મળે છે. તેણે આ વીડિયોમાં પણ ભાગ લીધો છે, પરંતુ ડાન્સ સોંગ વીડિયો વાયરલ થવાને બદલે તેના ડ્રામાનો એક ખાસ ભાગ વાયરલ થયો છે.

તેણે કહ્યું, “મારા માટે આ આશ્ચર્યજનક છે. આ કોણે અને કયા હેતુથી કર્યું તે જાણવા માટે અધિકારીઓ હાજર છે, તેઓ તેની તપાસ કરીને સત્ય બહાર લાવશે. “પ્રોફેસરનું માનવું છે કે આવા વીડિયો વાયરલ કરવા પાછળનો હેતુ તેના વિદ્યાર્થીઓના મન પર દબાણ લાવવાનો છે. તેણે કહ્યું, “આ વીડિયોની ચર્ચા થઈ રહી છે, પરંતુ તે ધ્યાનમાં નથી લઈ રહ્યું કે મારી સાથે અન્ય વિદ્યાર્થીઓ છે અને તેમની પોતાની કારકિર્દી છે.” “હું તમને હાથ જોડીને વિનંતી કરવા માંગુ છું કે આ બાબતને આગળ ન ચલાવો.” જો કંઇક વાસ્તવિક હોત તો વાત જુદી હોત, નકલી વિડિયો વિશે વાત કરવી એ સમયનો બગાડ છે. વાસ્તવમાં વિદ્યાર્થીઓને જ નુકસાન થઈ રહ્યું છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version