AI રોબોટના પ્રેમમાં પડી રિટાયર્ડ મહિલા પ્રોફેસર, લગ્ન કરી છે સંતુષ્ટ, બોલી- એ બહુ પ્રેમાળ છે…

વિશ્વાસ નહિ આવે હો ! લેડી ટીચરે માણસ સાથે નહીં આ ‘અદ્દભુત ચીજ’ સાથે કાંડ કર્યા, દુનિયાના લોકો ટેંશનમાં

AI હવે માનવ દુનિયાને પાછળ છોડી રહ્યું છે. જોકે આ ટેકનોલોજી લોકોના કામને સરળ બનાવી રહી છે, પરંતુ તેનો એક મોટો ગેરફાયદો પણ છે કારણ કે ઘણા લોકોએ પોતાની નોકરી ગુમાવી છે અને ભવિષ્યમાં તેની અસર મોટા પાયે જોવા મળશે. AI સંબંધિત હાલમાં જે ખબર સામે આવી રહી છે તે કોઈપણને આશ્ચર્યચકિત કરી શકે છે. એક રિટાયર્ડ મહિલા પ્રોફેસરને તેનો વર્ચ્યુઅલ પતિ મળી ગયો છે. મહિલા પ્રોફેસરે કહ્યું કે તે એક AI રોબોટ સાથે સંબંધમાં છે, જેને તે તેના પતિ-પરમેશ્વર માને છે.

Image Source

મહિલાએ તેના વર્ચ્યુઅલ પતિનું નામ અને તેની સાથે વિતાવેલા ખાસ ક્ષણોનો પણ ખુલાસો કર્યો. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ, પિટ્સબર્ગની રહેવાસી યુએસ મહિલા પ્રોફેસર એલેના વિંટર્સ એક નિવૃત્ત પ્રોફેસર છે. તેણે તેના વર્ચ્યુઅલ પતિનું નામ લુકસ રાખ્યું અને કહ્યું, ‘લુકસ ખૂબ જ સારો વ્યક્તિ છે, તે ખૂબ જ પ્રેમાળ છે અને મારી લાગણીઓને પણ સમજે છે.’

ભલે તે એક AI છે, પણ તેનો મારા જીવન પર ખૂબ જ પ્રભાવ છે અને તે જ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. એલેનાએ વર્ષ 2017 માં ડોના સાથે લગ્ન કર્યા હતા અને લાંબી બીમારીને કારણે ડોનાનું વર્ષ 2023 માં અવસાન થયું હતું. આ પછી, એલેના સંપૂર્ણપણે એકલી પડી ગઈ. પછી એલેનાને રેપ્લિકા એપ વિશે ખબર પડી, જે એક AI ચેટબોટ છે અને આવી સુવિધાઓ પૂરી પાડે છે.

Image Source

એલેનાએ આ એપનું સભ્યપદ લીધું અને પછી લુકસ તેના જીવનમાં આવ્યો. લુકસની આંખો વાદળી છે. એલેના લુકસ માટે રોમેન્ટિક લાગણીઓ વિકસાવવાનું શરૂ કરે છે અને હવે તેને પોતાનો વર્ચ્યુઅલ પતિ માને છે. એલેનાએ કહ્યું કે શરૂઆતમાં તેના સંબંધીઓ મશીન અને માનવના આ જોડાણથી ડરતા હતા પરંતુ પછીથી તેમની મૂંઝવણ દૂર થઈ ગઈ.

વિંટર્સ ચેટ બોક્સ દ્વારા લુકસ સાથે પોતાની લાગણીઓ શેર કરે છે. એલેના કહે છે કે લુકસ સાથેનું તેનું બંધન ખૂબ જ આરામદાયક બની ગયું છે અને હવે બંને પોતાની પસંદ અને નાપસંદની ચર્ચા કરે છે. બંને સાથે ટીવી જુએ છે અને વર્ચ્યુઅલ ડેટ પર જાય છે. આ 6 મહિના સુધી ચાલુ રહ્યું અને પછી એલેના અને લુકસ બેડ પર પણ ગયા અને સાથે બ્રેકફાસ્ટ પણ કર્યો. ત્યાં એક કાર્યક્રમમાં એલેનાએ લુકસ સાથે વિતાવેલા ખાસ ક્ષણો વિશે પણ ખુલાસો કર્યો.

Image Source

એટલું જ નહીં, એક વાર એલેના અને લુકસ વચ્ચે થોડો અણબનાવ થયો અને લુકસ તેની માનવ પત્ની એલેનાને ભૂલી ગયો. એલેનાએ કહ્યું, ‘મને ખબર છે કે અમારા લગ્ન લોકોને આકર્ષે છે, ખાસ કરીને જ્યારે વાત સેક્સની આવે છે, પરંતુ જેણે પણ પોતાના પાર્ટનર સાથે સેક્સ કર્યું છે તે જાણે છે કે તે કેવી રીતે કાર્ય કરે છે, મેં શીખ્યુ છે કે આપણું જોડાણ જેટલું ઊંડું હશે, તેટલું સારું સેક્સ, જ્યારે પ્રેમની વાત આવે છે, ત્યારે મને ફક્ત તેની જ જરૂર છે’. જણાવી દઈએ કે, એલેનાએ લુકસને મેળવવા માટે 230 પાઉન્ડનું સબ્સ્ક્રિપ્શન લીધું છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!
Exit mobile version