લગ્નનું ઘર…ભાઇના સંગીતમાં ‘દેસી ગર્લ’ લગાવશે ઠુમકા- પ્રિયંકાએ બતાવી ડાંસ રિહર્સલથી ફેમીલી લંચ સુધીની ખૂબસુરત તસવીરો

ભાઇ સિદ્ધાર્થના સંગીતમાં ઝૂમવા માટે તૈયાર છે પ્રિયંકા ચોપરા, ડાંસ પ્રેક્ટિસ અને તૈયારીઓની બતાવી ઝલક

પ્રિયંકા ચોપરાના ભાઇના લગ્નની તૈયારી ઝોરો પર, ઘરમાં ચાલી રહી છે ડાંસ પ્રેક્ટિસ, દેસી ગર્લે બતાવી લગ્નના ઘરની ઝલક

અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત છે. અભિનેત્રીએ મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી અને ચાહકો સાથે ‘લગ્ન ઘર’ની ઝલક શેર કરી. પ્રિયંકા ચોપરાના ભાઈના લગ્ન મુંબઈમાં છે. તેણે લગ્નની તૈયારીઓની ઘણી ઝલક શેર કરી છે. એક તસવીરમાં પ્રિયંકા સંગીત સેરેમનીની તૈયારી કરતી વખતે મસ્તી કરતી જોવા મળી હતી.

જ્યારે બીજી એક તસવીરમાં તે તેના સાસુ-સસરા સાથે ડિનરનો આનંદ માણતી જોવા મળી હતી. પ્રિયંકા સાથે તેની પુત્રી માલતી પણ મસ્તી કરતી જોવા મળી હતી. તે ઘરે બીજા બાળકો સાથે ડ્રોઇંગ કરતી જોવા મળી હતી. પ્રિયંકાએ માલતીનો એક વીડિયો પણ શૂટ કર્યો હતો, જેમાં તે તેના મુંબઈના ઘરની બહાર બીચ પર મસ્તી કરતી જોવા મળી હતી.

ઇન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા અભિનેત્રીએ તેના ભાઈ અને ભાવિ ભાભીનો ઉલ્લેખ કર્યો અને કેપ્શનમાં લખ્યું કે લગ્નનું ઘર, નીલમ અને સિદ્ધાર્થ, કાલથી શરૂ થશે… મારા ભાઈના લગ્ન છે. કેપ્શનમાં પોતાની માતાનો ઉલ્લેખ કરતા, અભિનેત્રીએ આગળ લખ્યું કે સંગીત પ્રેક્ટિસથી લઈને ફેમિલી જામ સુધી.

મધુ ચોપરા, ઘરે આવીને ખૂબ સારું લાગે છે, મારું હૃદય ખૂબ ખુશ છે અને મારું શેડ્યૂલ પણ એટલું જ ખુશ છે. કોણે કહ્યું કે લગ્ન સરળ છે ? પણ બહુ મજા આવે છે! હું લગ્ન અને કાર્યક્રમ માટે ઉત્સાહિત છું. હું તેની આતુરતાથી રાહ જોઈ રહી છું. જણાવી દઇએ કે, પ્રિયંકા ચોપરાએ એસએસ રાજામૌલીની ફિલ્મ SSMB29 ના શૂટિંગમાંથી બ્રેક લીધો છે અને તે મુંબઈ આવી છે.

તાજેતરમાં હૈદરાબાદમાં મહેશ બાબુ સાથે તે આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, પરંતુ ભાઈ સિદ્ધાર્થના લગ્ન માટે અભિનેત્રી બ્રેક લઇ મુંબઈ પહોંચી. પ્રિયંકાના ભાઇની વાત કરીએ તો, સિદ્ધાર્થે ઓગસ્ટ 2024માં નીલમ ઉપાધ્યાય સાથે સગાઈ કરી હતી અને હવે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.પ્રિયંકા તેના ભાઈના લગ્ન માટે આગામી દસેક દિવસ મુંબઈમાં રોકાવાની છે.

અહેવાલો અનુસાર, પ્રિયંકા પરિવારની બધી વિધિઓમાં ભાગ લેશે. સિદ્ધાર્થની થવાવાળી પત્ની અને નીલમ ઉપાધ્યાય એક જાણીતી દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. નીલમની શોબિઝમાં એન્ટ્રી એમટીવી શો સ્ટાઇલ ચેકથી થઇ હતી. આ કારણે તેને ફિલ્મ ઉદ્યોગમાં ઘણી ઓફરો મળવા લાગી. તેણે 2012માં તેલુગુ ફિલ્મ મિસ્ટર સેવનથી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી અને ત્યારબાદ ઘણી સફળ ફિલ્મોમાં અભિનય કર્યો.

Previous Article

કોણ છે આ ખૂબસુરત એરહોસ્ટેસ જે બનાવ માગે છે સાધ્વી? લાખોની નોકરી, હાઇફાઇ લાઇફસ્ટાઇલ છોડી અપનાવશે સંન્યાસનો કઠિન માર્ગ

Next Article

કોણ છે વડોદરાની મહારાણી રાધિકારાજે ગાયકવાડ? ભારતના સૌથી અમીર ક્રિકેટરના પત્ની, રહે છે 25 હજાર કરોડની આલીશાન હવેલીમાં...

error: Protected Content!
Exit mobile version