અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે ડેન્જર અકસ્માતમાં 6ના મોત-10થી વધુ ઘાયલ, જુઓ તસવીરો

આણંદમાંથી એક ભયાનક અને દુઃખદ સમાચાર સામે માર્ગ આવ્યા છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ખતરનાક ટક્કર થઇ છે જેને લીધે એકસાથે છ લોકોના મોત થયા છે, જ્યારે અંદાજએ 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે એડમિટ કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ લક્ઝરી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહી હતી

ત્યારે આણંદ નજીક એક્સપ્રેસ હાઇવે પર વહેલી સવારે 4.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણ લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને આણંદની અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હાઇ વે પર આ દુર્ઘટના જેવી થઇ તરત જ સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. ઇજાગ્રસ્તોને આણંદની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ અમદાવાદમાં પણ એક અકસ્માત સર્જાયો હતો જેમા 2 લોકોના મોત નીપજ્યા છે.

અમદાવાદના પેલેડિયમ મોલ સામે SGહાઇવે પર કુબેરનગર વિસ્તારમાં રહેતા સોનુ ધૈયડા અને તેના ત્રણ મિત્રો કુબેરનગરથી ભાટ ગામે જમવા માટે ગયા હતા અને બાદમાં વૈષ્ણવદેવીથી એસજી હાઇવે થઈ સી. જી. રોડ જઈ રહ્યા હતા.

પરંતુ SGહાઇવે પર બ્રિજ પર કાર પાર્ક કરી હતી. કમલ તથા અલ્પેશ નામનો યુવક કારની નજીક ઊભા હતા. જ્યારે મયુર અને સોનુ કારમાં બેઠા હતા. આ દરમિયાન કારગીલ પેટ્રોલ પંપ તરફથી પુરપાટ ઝડપે આવી રહેલ બ્રેજા કારચાલકે ટક્કર મારતા અલ્પેશ અને કમલને ગંભીર રીતે ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમના મૃત્યુ નીપજ્યા હતા.

VIDEO:

Previous Article

લો બોલો.. ટાઈટ સિક્યુરિટી વચ્ચે અંનત અને રાધિકાના લગ્નમાં આમંત્રણ વગર પહોંચી ગયા બે લોકો, પછી પોલીસે કર્યા એવા હાલ કે...

Next Article

અનંત-રાધિકાના લગ્નમાં ભારતીય રંગમાં રંગાયેલી જોવા મળી કિમ કાર્દાશિયન, માથા પર બિંદી અને સાડી પહેરી વરસાવ્યો કહેર

error: Protected Content!
Exit mobile version