-64 ડિગ્રીમાં બિયરને ગ્લાસમાં નાખતા જ જોવા મળ્યો હેરાન કરી દે તેવો નજારો
South Pole Antarctica Temprature: ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો છે. ઉત્તરીય પ્રદેશોમાં શિયાળાનું રાજ ચાલી રહ્યુ છે. ફૂડ લવર્સ માટે આ સિઝન કંઇ સ્વર્ગથી ઓછી નથી. ગરમ ખોરાક, ચા અને કોફીનો આનંદ માણવાનો આ શ્રેષ્ઠ સમય છે. પરંતુ કેટલીક જગ્યાએ હિમવર્ષા એટલી ભારે થઇ રહી છે કે બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે અને ક્ષણભરમાં જ બધું થીજી જતુ હોય છે.
બીયર રેડતાની સાથે જ ગ્લાસ થીજી ગયો
હાલમાં ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયો બર્ફીલા એન્ટાર્કટિકાના દક્ષિણ ધ્રુવનો છે, જ્યાં એક વ્યક્તિ ભારે ઠંડીનો આનંદ માણી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ બિલકુલ ડરતો નથી. તે કડકડતી ઠંડીમાં આરામથી ઊભો છે અને બતાવી રહ્યો છે કે તેણે જ્યારે ગ્લાસમાં બીયર રેડી ત્યારે તે સંપૂર્ણપણે થીજી ગઈ. માત્ર થોડી સેકન્ડના વીડિયોએ જ લોકોને વિચારતા કરી દીધા.
વીડિયો જોયા પછી લોકો નહીં કરી શકે વિશ્વાસ
વીડિયોમાં બીયરનો ગ્લાસ જોઈ શકાય છે, બેકગ્રાઉન્ડમાં ફક્ત બરફ જ બરફ છે. કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર તે મજા માણી રહ્યો છે. વીડિયો જોયા પછી લોકો વિચારવા મજબૂર થઈ ગયા કે આટલી ઠંડીમાં આ કઇ રીતે મજા માણી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર thejeffcapps નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યુો છે. અત્યાર સુધીમાં વીડિયોને લાખો લોકોએ લાઈક કર્યો છે અને ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું, “તમે પૃથ્વી પરના સૌથી શાનદાર વ્યક્તિ છો.”
