એઆર રહેમાન સાથે કામ કરી ચૂકેલી સિંગરે કરી આત્મહત્યાની કોશિશ, હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

વેંટિલેટર પર જીવન-મરણ વચ્ચે લડી રહી છે મશહૂર સિંગર કલ્પના રાઘવેંદ્ર, બે દિવસો સુધી બંધ હતો દરવાજો- બેડ પર મળી બેહોંશ

સિંગર કલ્પના રાઘવેંદ્ર એ કરી આત્મહત્યાની કોશિશ, બે દિવસ સુધી બંધ હતુ ઘર- દરવાજો તોડ્યો તો બેડ પર મળી બેહોંશ

સાઉથ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની જાણીતી પ્લેબેક સિંગર અને સોન્ગરાઇટક કલ્પના રાઘવેન્દ્રને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સિંગરે મંગળવારે મોડી રાત્રે પોતાના ઘરમાં ઊંઘની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. હાલમાં તે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહેવાલ અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે કલ્પનાએ તેના ઘરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેનું ઘર બે દિવસથી ખુલ્યું ન હતું, ત્યારબાદ એસોસિએશનના સભ્યોને જાણ કરવામાં આવી. રેસિડેન્ટ્સ એસોસિએશને કલ્પના વિશે પોલીસને જાણ કરી, ત્યારબાદ પોલીસે દરવાજો તોડીને સિંગરના ઘરમાં પ્રવેશ કર્યો. પોલીસે કલ્પનાને બેભાન અવસ્થામાં જોઇ. કલ્પના હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સિંગરે આત્મહત્યાનો પ્રયાસ કેમ કર્યો તેનું કારણ હજુ જાણી શકાયું નથી. જો કે, પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે સિંગરની હાલત હવે સ્થિર છે અને તે હાલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે સિંગરે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પતિ ઘરે નહોતા, તે ચેન્નાઈમાં હતા. કલ્પના રાઘવેન્દ્ર એક ભારતીય પ્લેબેક સિંગર છે. તે સાઉથ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે વર્ષ 2010માં સ્ટાર સિંગર મલયાલમ રિયાલિટી શો જીત્યો હતો. કલ્પનાના પિતા પણ એક પ્લેબેક સિંગર હતા, જેમણે મુખ્યત્વે તમિલ સિનેમામાં કામ કર્યું હતું. કલ્પના વિશે વાત કરીએ તો, તેણે 5 વર્ષની નાની ઉંમરે તેની સિંગિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. 2013 સુધીમાં તેણે લગભગ 1,500 ટ્રેક રેકોર્ડ કર્યા હતા.

તેણે ભારત અને વિદેશમાં 3000થી વધુ સ્ટેજ શો કર્યા છે. વર્ષોથી, તેણે ઘણા દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું છે, જેમાં ઇલૈયારાજા અને એઆર રહેમાન જેવા દિગ્ગજ કલાકારોનો સમાવેશ થાય છે. કલ્પના ખૂબ જ ટેલેન્ટેડ છે. સિંગર હોવા ઉપરાંત તે મ્યુઝિક કંપોઝર, ગીત લેખક અને ડબિંગ કલાકાર પણ છે. તેણે અભિનયમાં પણ અજાયબીઓ કરી છે. વર્ષ 1986માં, તે સાઉથના સુપરસ્ટાર કમલ હાસન સ્ટારર ફિલ્મ ‘પુન્નગઈ મન્નાન’માં નાની ભૂમિકામાં જોવા મળી હતી. કલ્પના બિગ બોસ તેલુગુની પ્રથમ સિઝનમાં સ્પર્ધક પણ રહી ચૂકી છે.

Previous Article

યુઝી ચહલ સાથે છૂટાછેડા બાદ પાર્ટી કરવા નીકળી ધનશ્રી વર્મા, મીની સ્કર્ટમાં જોરદાર દેખાઈ રહી છે, જુઓ વીડિયો

Next Article

ડોક્ટર કે હેવાન? અમદાવાદમાં મહિલા દર્દીને બેભાન કરી બનાવ્યા ગંદા વીડિયો, વારંવાર આચર્યું દુષ્કર્મ પછી તો...

error: Protected Content!
Exit mobile version