અમેરિકામાં ફરી વિમાન દુર્ઘટના ! બે પ્લેન વચ્ચે ભીષણ ટક્કર- 2ના મોત

અમેરિકાના સાઉથ એરિઝોનામાં બે વિમાનોની ટક્કર, બે લોકોના મોત- જાણો આખો મામલો

અમેરિકામાં ફરી એકવાર વિમાન દુર્ઘટનાના અહેવાલ છે. સાઉથ એરિઝોનામાં બુધવારે રાત્રે એટલે કે 19 ફેબ્રુઆરીએ બે નાના વિમાનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમ પહોંચી હતી અને રાહત-બચાવ કાર્ય હાથ ધર્યુ હતુ. અકસ્માત કેવી રીતે થયો ? તેની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) ની ટીમો તપાસ કરી રહી છે.

આ અકસ્માત ટક્સનના મરાના રીઝનલ એરપોર્ટ પર થયો હતો. ફેડરલ એર સેફ્ટી તપાસકર્તાઓએ જણાવ્યું હતું કે ટક્સનની બહારના મરાના રિજનલ એરપોર્ટ પર જ્યારે વિમાન અથડાયું ત્યારે વિમાનમાં બે લોકો સવાર હતા. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે જણાવ્યું હતું કે એક વિમાન કોઈ ઘટના વિના ઉતર્યું હતું, જ્યારે બીજું વિમાન રનવેની નજીક જમીન પર પટકાયું હતું અને તેમાં આગ લાગી હતી. 2025માં અમેરિકામાં આ પાંચમો મોટો વિમાન અકસ્માત છે.

આ પહેલા અલાસ્કા, વોશિંગ્ટન ડીસી, ફિલાડેલ્ફિયા અને ટોરોન્ટોમાં થયેલ અકસ્માતોમાં 70થી વધુ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. સાત દિવસ પહેલા એરિઝોનામાં એક વિમાન રનવે પરથી સ્લીપ થઇ ગયુ હતુ અને એક બિઝનેસ જેટ સાથે અથડાયું હતુ. આ અકસ્માતમાં મોટલી ક્રૂ ગાયક વિંસ નીલની માલિકીના ખાનગી જેટના બે પાઇલટના મોત થયા હતા.

જાન્યુઆરીમાં વોશિંગ્ટન ડીસીમાં એક આર્મી હેલિકોપ્ટર અમેરિકન એરલાઇન્સના પેસેન્જર વિમાન સાથે અથડાયું હતું. વિમાનમાં સવાર 67 લોકોના મોત થયા હતા. 31 જાન્યુઆરીએ ફિલાડેલ્ફિયામાં પણ એક વિમાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર સભ્યો સહિત સાત લોકોના મોત થયા હતા. વિમાનમાં આગ લાગવાથી ઘણા ઘરો બળીને રાખ થઈ ગયા હતા અને 19 લોકો ઘાયલ થયા હતા.

Previous Article

વિદેશની ધરતી પર ગુજરાતીનું મોત, કારમાંથી મળ્યો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ

Next Article

નિમરત કૌરે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી, ભગવા સૂટ અને ગળામાં રૂદ્રાક્ષની માળા સાથેની તસવીરો આવી સામે

error: Protected Content!
Exit mobile version